આણંદ જિલ્લાની બોરસદ બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો છે.આ બેઠક પર 1965 થી લઇને 2017 સુધી કોંગ્રેસના ઉમેદવારો ખામનિતીના કારણે જીતતા આવ્યાં હતા. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ અને રાજેન્દ્રસિંહ પરમાર છેલ્લી બે ટર્મથી જંગી મતોથી જીતતા આવ્યાં હતા. આ વખતે પણ જ્ઞાતિવાદ કામ કરી જશે. તે માની કોંગ્રેસના ઉમેદવારે જીતવા માટે મહેનત કરી ન હતી. પરંતુ વર્ષો કોંગ્રેસને જીતાડતી બોરસદની જનતાને કોઇ લાભ મળતાં ન હતા. ધારાસભ્ય માત્ર વાતો કરીને જતાં રહેતા હતા.જેથી આ વખતે બોરસદની જનતાએ કોંગ્રેસને પાઠ ભણાવ્યો છે.
આ બેઠક પર રાજેન્દ્ર સિંહ પરમાર સામે છેલ્લી 5 ટર્મથી ભાજપના મંત્રી રમણ સોલંકી લડતા હતા. તેઓ માત્ર અત્યાર સુધી લીડ ઓછી કરવામાં સફળ રહ્યાં હતા. પરંતુ આ વખતે સમગ્ર રાજયમાં ડબલ એન્જીની સરકારના મેંજીક બોરસદની જનતા કામ પર કામ કરી જતાં પ્રથમ વખત ભાજપનો બેઠક પર વિજયો થયો છે. 2002માં ગોધરાકાંડ વખતે હિન્દુતત્વની લહેરમાં ભાજપ ફાવ્યું ન હતું.
બોરસમાં ઓબીસી જ્ઞાતિના લોકોએ ભાજપના વિકાસકામો ધ્યાને લઇને તેની સાથે રહેતા બોરસદ બેઠકમાં જંગી મતોથી ભાજપનો વિજય થયો છે. આમ બોરસદમાં 1967 બાદ પહેલીવાર કોંગ્રેસની હારનો સામનો કરવો પડયો છે. રમણ સોલંકી છેલ્લી 5 ટર્મથી ચૂંટણી લડતા હતા આખરે જીતનો સ્વાદ માણવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.