કોંગ્રેસની તૈયારીઓ:આગામી મહિને ગ્રામપંચાયત અને આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીને લઇ આણંદ જિલ્લામાં કોંગ્રેસ સક્રિય

આણંદ21 દિવસ પહેલા
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી દેદરડા ગામથી સભ્ય નોંધણી અને જનજાગરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

ગુજરાતમાં આગામી મહિને ગ્રામપંચાયત અને બાદ આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં ચૂંટણીની ચર્ચાઓ અને માહોલ જણાઈ રહ્યો છે. આણંદમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસ સક્રિય જણાઈ રહી છે. કોંગ્રેસે સંગઠન ક્ષેત્રે ભાજપની ફોર્મ્યુલાએ ચાલુ કરી છે. કોંગ્રેસના આગેવાનો બુથ કેન્દ્રે પહોંચી જનજાગરણ અને સભ્ય નોંધણી અભિયાન હાથ ધર્યું છે.

આણંદમાં બોરસદ તાલુકાના દેદરડા ગામેથી પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકી દ્વારા જનજાગૃતિ અભિયાનની શરુઆત કરવામાં આવી હતી. સાથો સાથ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આહ્વાન મુજબ સદસ્યતા નોંધણી અભિયાન પણ પ્રારંભ કરાયો હતો.

આ દરમ્યાન ભરતસિંહ સોલંકીએ નાગરિકો સાથે ભ્રષ્ટાચાર, મોંઘવારી, ગેસ પેટ્રોલ તેમજ ડીઝલ તેમજ ખાદ્યતેલોમાં ભાવવધારો, બેરોજગારી, કોરોના કાળમાં દર્દીઓના મુદ્દે પણ લોકો સાથે ચર્ચા કરી ભાજપ વિરૂદ્ધ માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ અભિયાનમાં આણંદ જિલ્લાના પ્રભારી ભીખુભાઈ રબારી, આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ વિનુભાઈ સોલંકી, વિદ્યાનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ફકીરભાઈ મકવાણા સહિત હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...