રજૂઆત:જૂની પાણીની ટાંકી પાસે જ સ્લોટર હાઉસ બનાવવા કોંગ્રેસના નગરસેવકની માંગ

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં. 6ના સભ્યે પાલિકામાં લેખિત રજૂઆત કરી છે

આણંદ પાલિકામા તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં કોગ્રેસના નગર સેવકો સહિત સ્થાનિક વિસ્તારના રહીશોએ જુની પાણીની ટાંકી પાસે પાલિકાની પડતર જગ્યાએ સ્લોટર હાઉસ બનાવવા ઉગ્ર વિરોધ કર્યો હતો પરંતુ હવે કોંગ્રેસના એક નગરસેવકે આ જ જગ્યાએ કતલખાનું બનાવવાની માંગ કરી છે. શહેરમાં સ્લોટર હાઉસ નહીં હોવાથી દુકાનદારોને બહારથી જાનવરનું કટીંગ કરીને લાવતી વખતે હાઈવે માર્ગ પર પોલીસની કનડગત થતી હોવાથી શહેરમાં સ્લોટર હાઉસ બનાવવા વોર્ડ નં. 6 ના નગરસેવકે પાલિકામાં લેખિતમા રજૂઆત કરી છે.

કોંગ્રેસના નગર સેવક ડો.જાવેદ વ્હોરાએ લેખિત રજૂઆતમાં જણાવેલ કે આણંદ ખાટકીવાડ સહિત અન્ય જગ્યાએ 100 ઉપરાંત દુકાનમાં માંસનું વેચાણ કરવામા આવે છે ત્યારે આણંદમા સ્લોટર હાઉસ નહીં હોવાથી દુકાનદારોને જાનવરનું બહારથી કટીંગ કરીને લાવતા ધણી હાલાકીઓનો ભોગ બનવુ પડે છે. આ બાબતે વોર્ડ નં. 6ના નગરસેવકે પાલિકામાં લેખિત રજૂઆત કરી છે. આથી આણંદ પાલિકાએ શહેરમાં જૂની પાણીની ટાંકી પાસે સ્લોટર હાઉસ બનાવવાનો નિર્ણય લીધો છે. જેને આવકારીને વહેલી તકે સ્લોટર હાઉસ બનાવવા માંગ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...