તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી ભાંજગળ:આણંદ માં વોર્ડ,6,7,8,9 અને 12 માં ચૂંટણી દાવેદારોને અભિનંદન ના ફોન રણકયા ની ચર્ચા :સંઘ પ્રિય ગણાતાઓના નામ કપાતા પાલિકા રાજકારણમાં કુરુક્ષેત્ર નિર્માણની ભીતિ

આણંદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારો ના નામ જાહેર કરાયાની બાબતને ભાજપ જિલ્લા પ્રમુખે અફવા અને ગપગોળા ગણાવ્યા
 • બુધવારે ઉમેદવાર યાદી જાહેર થાય તેવા અહેવાલ

આણંદ પાલિકા ભાજપનું આંતરિક રાજકારણ હિલોળે ચઢ્યું છે.મંગળવારે બપોર બાદ આણંદ ભાજપ સંગઠન ચૂંટણી દાવેદારો નું સ્ક્રીનિગ લિસ્ટ લઈ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ગયા હતા.તાલુકા ,જિલ્લા અને પાલિકાના દાવેદારો અને સ્થાનિક ચૂંટણી રણનીતિ તેમજ ઉમેદવાર યાદી જાહેર થયે ઉદભવતા પ્રશ્નો અને સમાધાનો બાબતે વ્યાપક ચર્ચાઓ થઈ હતી.

ભાજપ પાર્ટી નવી પાટીલ ફોર્મ્યુલા સાથે ચૂંટણી તૈયારીઓ કરી રહી છે ત્યારે સ્થાનિક અપક્ષો , વિપક્ષ અને પક્ષના આંતરિક વિદ્રોહીઓ પણ પોતાની ચૂંટણી રણનીતિ સાથે ભાજપનો ખેલ બગાડવા અને જિલ્લા સંગઠને ઘેરવા મેદાને ચઢ્યા છે.ચૂંટણીમાં ઉમેદવારની યાદી જાહેર થાય તે અગાઉ પાર્ટીમાં જુથવાદ ભડકાવી સ્થાનિક ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના સમર્થકોનો અપક્ષ ઉમેદવારોનો ખડકલો ઉભો કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાના અહેવાલો છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ આ પોસ્ટમાં અનેક લોકોએ અભિનંદન પાઠવ્યા છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ આ પોસ્ટમાં અનેક લોકોએ અભિનંદન પાઠવ્યા છે.

થોડા દિવસ અગાઉ પેટલાદ ના તમામ વોર્ડના ભાજપ ઉમેદવારોની યાદી વાઇરલ થઈ હતી.આજે જિલ્લા પ્રમુખના વિસ્તાર ના એક આગેવાને પોતાને પાર્ટી ટીકીટ મળી ગઈ હોય તેમ ઈશારો આપતો વોટ્સઅપ ફોટો મુક્યો હતો જોકે બાદમાં ડીલીટ મારી દીધા હતા.મહત્વનું છે કે આણંદ નગરપાલિકા માં પણ વોર્ડ-6 માં 4 ઉમેદવારો ની પેનલ ,વોર્ડ-7માં 2 ઉમેદવારો ,વોર્ડ-8 માં બે ઉમેદવારો વોર્ડ-9 માં એક ઉમેદવાર અને વોર્ડ-12 માં એક ઉમેદવારને પાર્ટી દ્વારા મેન્ડેટ ફળવ્યા હોવાની વિગતો બહાર આવતા અને તેઓને અભિનંદન ના ફોન અને મેસેજ મળતા થયા હોય આણંદ પાલિકા અને ભાજપ ના રાજકારણમાં કુરુક્ષેત્ર નિર્માણ થયું છે.ખાસ કરીને વોર્ડ-6 માં સંઘ પ્રિય અગ્રણી આગેવાનનું નામ કપાયું અને બે નામો વોર્ડ બહારના મેન્ડેટ ફળવાયું ના સમાચારે સંઘ અને હિન્દૂ જાગરણ મંચ સાથે સંકળાયેલ કાર્યકરોમાં રોષ અને આક્રોશ ઉભો થયો છે.

આ સંગઠન ના કાર્યકરે આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ ભાજપવાળા ચૂંટણી ટાણે વોટ મેળવવા અમારો ઉપયોગ કરે છે અને અમારા સંગઠનનો કોઈ કાર્યકર મેન્ડેટ માંગે ત્યારે તેને અસામાજિક ગણે કે ધ્યાને લેતા નથી.આ વખતે અને આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં અમે અમારા કાર્યકરો ને થતો અન્યાય સહન કરવાના નથી.સામ સામે લડવું પડે તો હવે આણંદ નગરપાલિકાની ચૂંટણી થી નવો ચીલો ચાલુ થશે.

આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે તેઓએ તમામ લિસ્ટ પાર્લામેન્ટરી બોર્ડ ને સુપ્રત કર્યા છે.હજુ પાર્ટી તરફથી ઉમેદવારો ના નામ બાબતે કોઈ જ સત્તાવાર જાહેરાત થઈ નથી અને જિલ્લા સંગઠનને પણ કોઈ જ જાણ કરવામાં આવી નથી.નગરમાં જે કોઈ માહિતી ચર્ચાય છે તે તમામ ગપગોળા અને અફવાઓ છે.પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ જે ઉમેદવારોની યાદી આપશે તે પ્રમાણે જ અમે જાહેર કરીશું. બુધવાર બપોર બાદ આ યાદી જાહેર થાય તેવી ગણતરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો