કાર્યવાહી:દમણમાં બારની બહાર ફરીને પીધેલી બોટલો કબજે કરી હોવાની કબુલાત

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરમસદ દારૂ ​​​​​​​બનાવવાના પ્રકરણમાં4 દિવસના રિમાન્ડમાં વધુ એક શખસની સંડોવણી ખુલી

આણંદ પાસેના કરમસદ ગામની સીમમાં એસન્સ, કલર અને સ્પીરીટનો ઉપયોગ કરી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી સાથે વિદ્યાનગર પોલીસે એક શખસને ઝડપી પાડ્યા બાદ સમગ્ર બનાવમાં વધુ એક શખસની સંડોવણી ખુલી છે. વધુમાં સમગ્ર મુદૃામાલ તેઓ દમણ ખાતેથી લાવતા હોવાનું પણ જણાવ્યું છે. ઉપરાંત તેઓ દમણ ખાતે જઈ ત્યાં બારમાં જઈ પીધેલી બોટલો લઈ આવતા હતા અને તેમાં જ દારૂ ભરીને વેચતા હોવાની કબુલાત તેમણે કરી હતી.

આ અંગે વાત કરતા પીએસઆઈ પૃથ્વીરાજસિંહ જાદવે જણાવ્યું હતું કે, કરસમદ ગામની પાલીયા સીમ વિસ્તારમાં નહેર પાસે રહેતા કનુભાઈ ભીમાભાઈ તળપદાએ લોકડાઉનના સમયથી વિદેશી દારૂની ફેક્ટરી શરૂ કરી હતી. તેણે ચંદુ નામના બીજા એક શખસનું નામ જણાવ્યું છે. જોકે, તે હાલ ભૂગર્ભમાં છે. પરંતુ હાલમાં પકડાયેલા આરોપી કનુ તળપદાના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં તેણે કબુલાત કરતાં જણાવ્યું હતું કે, તે તેના સાગરિત સાથે દમણ જતા હતા.

દમણમાં તેઓ બાર બહાર ફરીને વિદેશી દારૂની બોટલના ક્વાર્ટર લઈ આવતા હતા. આ ઉપરાંત, દમણની ફેક્ટરીઓમાંથી સ્પિરીટ અને એસેન્સ ત્યાંથી જ લાવતા હોવાનું જણાવ્યું હતું. હાલમાં વિદ્યાનગર પોલીસની એક ટીમ દમણ ખાતે તપાસ અર્થે ગઈ હોવાનું પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...