આયોજન:પશુપાલકો માટેની કાર્ય કુશળતા વર્ધન તાલીમ શિબિર સંપન્ન

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રસારણ શિક્ષણ ભવન, આણંદ ખાતે ભારત સરકારના કૃષિ સહાકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત નવી દિલ્હીના એગ્રીકલ્ચર સ્કીલ કાઉનસિલ ઓફ ઇન્ડિયા દ્વારા ડેરી ફાર્મર/એન્ટરપ્રેન્યોર નામના સ્કીલ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલપતિ ડૉ. કે. બી. કથીરિયાએ આવા લાંબાગાળાના તાલીમવર્ગોથી પશુપાલકોમાં પશુપાલન કરવાની કાર્યકુશળતામાં વધારો લાવવા માટે આશીર્વાદરૂપ નીવડવાની સાથે તેનો અમલ કરવાથી પશુપાલન વ્યવસાયને નફાકારક બનાવી શકાય છે તેમ કહ્યું હતું.

પશુપાલન વ્યવસાયમાં આવી રહેલ આધુનિક ટેકનોલોજી જેવી કે સીમેન સેકસીંગ તેમજ વૈજ્ઞાનિકોએ વિકસાવેલ પ્રાણીઓના જનીન જાણવા માટેની ચીપ્સ તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વરા આપવામાં આવેલ ડગરની ગાયની ઓળખનો ઉલ્લેખ કરી તેની વિશે જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...