ભાસ્કર વિશ્લેષણ:ચરોતરના 7 લાખ ગાય-ભેંસોના ઘાસચારાની પશુપાલકોની ચિંતા આવતાં ઉનાળા સુધી દૂર થઇ જશે

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉનાળુ પાક બાજરી અને ડાંગર પાકતાં અંદાજે 4.32 લાખ ટન સુકા ઘાસનું ઉત્પાદન થવાની સંભાવના
  • ઘાસચારાના અભાવનો ભાસ્કરે ગત 4 મેના રોજ પ્રકાશિત કરેલ અહેવાલ
  • 1 હેકટરમાં 8 ટન ઘાસચારાનું ઉત્પાદન
  • ચોમાસા સુધી સુકો ઘાસચારો મળી રહેશે
  • સુકા ઘાસના ભાવ ઘટવાની શક્યતા
  • દુઃખ ભરે દિન બિતે રે ભૈયા, અબ સુખ આયો રે....

આણંદ-ખેડા જિલ્લામાં 5.50 લાખ પરિવારો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. ચરોતરમાં પાલતુ ગાય-ભેંસની સંખ્યા અંદાજિત 5. 50 લાખ છે. એક પશુને એક માસમાં અડધો ટન ઉપરાંત ઘાસ-ચારાની જરૂરીયાત હોય છે. વાર્ષિક 6 ટન સુકો ઘાસચારો પશુ આરોગી જાય છે. એક વર્ષમાં ચરોતરના પશુઓ માટે અંદાજે 32 લાખ ટન સુકા ઘાસચારાની આવશયક્તા છે.

ગત વર્ષે તાઉતે વાવાઝોડા સહિત વારંવાર વાતાવરણમાં પલટો આવતાં ડાંગર, બાજરી સહિતના પાકને ભારે નુકશાન થયું હતું. જેના કારણે સુકા ઘાસચારાની અછત સર્જાઇ હતી. ત્યારે ચરોતરમાં હાલમાં ઉનાળુ ડાંગર અને બાજરીના પાકની કાપણીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વખતે ચરોતરમાં બાજરીનું વાવેતર 42000 અને ડાંગરનું 12400 હેકટરમાં થયું છે. જેથી સુકો ઘાસચારો અંદાજે 4.32 લાખ ટન ઉત્પાદન થાય તેવી આશા છે.

આમ, સુકો ઘાસચારો બજારમાં આવતાં આગામી ત્રણ માસ સુધી ઘાસની તંગી નહીં વર્તાય. ત્યાં સુધીમાં વરસાદ પડતાં લીલો ઘાસચારો તૈયાર થઇ જશે. આમ ઉનાળુ પાકના વાવેતરને કારણે ઘાસચારાની અછત દૂર થતાં પશુપાલકોને હવે શિયાળા સુધી ચિંતા નહીં રહે. આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળુ બાજરીનું વાવેતર 22163 હેકટરમાં અને ખેડા જિલ્લામાં 20788 હેકટરમાં થયું હતું. જ્યારે ડાંગરનું વાવેતર આણંદ જિલ્લામાં 4771 હેક્ટર અને ખેડા જિલ્લામાં 7646 હેકટરમાં થયું છે.

આમ, ચરોતરમાં ઉનાળુ બાજરી અને ડાંગરનું કુલ વાવેતર 54000 હેકટરમાં થયું છે. જેના કારણે અંદાજિત 4.32 લાખ ટન સુકા ઘાસચારાનું ઉત્પાદન થવાની સંભાવના છે. જેને લઇને ચરોતરના પશુપાલકોને આગામી 3 માસ સુધી સુકા ઘાસની કોઇ તંગી વર્તાશે નહીં તેવું પશુપાલકોનું માનવું છે.

સુકા ઘાસચારાની અછત છે પણ હવે રાહત થશે
​​​​​​​આણંદ-ખેડા જિલ્લામાં ડાંગર અને બાજરીના પાકની કાપણી શરૂ થઇ ગઇ છે. જેથી ડાંગર અને બાજરીના સુકાઘાસના પુરા બજારમાં આવતાં પશુપાલકોને રાહત થઇ છે. હાલ તો ડાંગરના 1000 નંગ પુરા રૂ.6000માં અને બાજરીના પુરા રૂ.10000માં વેચાઇ રહ્યાં છે. પરંતુ સંપૂર્ણ પાક કપાયા બાદ સુકો ઘાસચારો વધી જતાં આગામી 20 દિવસમાં ભાવ ઉતરવાની સંભાવના છે. > કિરીટભાઇ ભોઇ, પશુપાલક, ખોડિયાપુરા

​​​​​​​ગત વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વર્ષ દરમિયાન સમયાંતરે માવઠું વરસતાં ઘાસચારાનું ઉત્પાદન ઘટ્યું
તાઉતે વાવાઝોડા બાદ ત્રણેય સિઝનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અવારનવાર માવઠા થતાં તેની અસર બાજરી અને ડાંગરના પાક પર જોવા મળી હતી. જેના કારણે હાલમાં સુકા ઘાસચારાની અછત જોવા મળી રહી છે. ખંભાત, તારાપુર, માતર પંથકમાં સિંચાઇના પાણીની પણ વ્યવસ્થા નથી. તેથી ત્યાં લીલો ઘાસચારો ઉપલબ્ધ ન હોવાથી સુકા ઘાસની માગ વધુ છે.

અન્ય સમાચારો પણ છે...