છેતરપિંડી:પુત્રને અપરિણીત અને નિર્વંશ બતાવી દાદીએ મકાન વેચી દેતા ફરિયાદ નોંધાઇ

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘટના સંદર્ભે પૌત્રીએ પોલીસ સ્ટેશનના દ્વાર ખટખટાવ્યા

પુત્રને અપરિણીત અને નિર્વંશ બતાવી દાદીએ બારોબાર પુત્રનું મકાન વેચી દેતાં સમગ્ર મામલો આણંદ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. નડિયાદમાં પેટલાદ રોડ ખાતે પ્રાચીબેન જિજ્ઞેશભાઈ ભટ્ટ રહે છે. તેઓ મૂળ આણંદના વતની છે અને તેમનું જીટોડિયા રોડ સ્થિત અરિહંત પાર્કમાં મકાન આવેલું છે. જ્યાં પ્રાચીબેન, માતા-પિતા ભાઈ તેમજ દાદી વિદ્યાબેન અરવિંદભાઈ ભટ્ટ સાથે રહેતા હતા. વર્ષ 2014માં બીજી જૂનના રોજ પ્રાચીબેનના પિતાનું મોત થતાં તેઓ તેમના માતા અને ભાઈ સાથે મોસાળ નડિયાદ ખાતે રહેવા જતા રહ્યા હતા. જ્યારે જીટોડીયા રોડ પર અરિહંતપાર્ક સોસા. ખાતેના મકાને માત્ર તેઓના દાદી જ રહેતા હતા.

દરમ્યાન વર્ષ 2016માં પ્રાચીના માતાએ ચિરાગભાઈ શાહ સાથે બીજા લગ્ન કર્યા હતા દરમ્યાન થોડા સમય બાદ પિતાએ આણંદ અરિહંતપાર્ક સોસાયટી ખાતેના મકાન ઉપર HDFC બેંકમાંથી બે લાખની લોન લીધી હોઈ તેનું તેનું સ્ટેટસ જાણવા માટે પ્રાચીબેને બેંકમાં જઈને બેંકના અધિકારીને મળ્યા હતા. જેમાં લોનના હપ્તા પુરા થઈ ગયા હોય અને તેના અસલ દસ્તાવેજો તેના દાદી વિદ્યાબેનને આપી દીધા હોવાનું જણાવ્યું હતું.

જેથી તેણીએ મકાને જઈ તપાસ કરતાં ત્યાં કોઈ રહેતુ નહતું. વધુમાં તપાસમાં મકાન વર્ષ 2019માં જ નરોત્તમભાઈ શીવજી પટેલને વેચી દીધું હતું. રજિસ્ટાર કચેરીમાં તપાસ કરતાં તેમના દાદી વિદ્યાબેને પુત્રને અપરિણીત અને નિર્વંશ બતાવી ખોટું પેઢીનામું કરી મકાન વેચી દીધું હોવાનું ખૂલ્યું હતું. આમ, સમગ્ર મામલે છેતરપિંડી થઈ હોવાનું ખુલતાં જ તેમણે ફરિયાદ નો઼ધાવતા કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...