રાવ:રસ્તો બંધ કરી મારવાની ધમકી આપતા ફરિયાદ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદના કણભઈપુરા સીમ વિસ્તારમાં કાંતિભાઈ જેણાભાઇ ઠાકોર રહે છે. તેમના જવા આવવાના રસ્તામાં નજીકમાં જ રહેતા મંગળભાઈ શનાભાઈ ઠાકોર, જયંતીભાઈ શનાભાઈ ઠાકોર, શૈલેષભાઈ જયંતીભાઈ ઠાકોર અને વિજયભાઈ જયંતીભાઈ ઠાકોરે ભેગા મળી લીમડાનું થળીયું તેમજ ઝરડા નાંખી દીધા હતા. વધુમાં તેમના રસ્તામાં અવરોધ ઊભો કરી રસ્તો બંધ કરી કાંતિભાઈ તેમજ તેમના સંબંધીઓને અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા કાંતિભાઈઅે ચાર વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...