દાગીનાની ચોરી:આણંદના વઘાસીમાં ઘરની બહાર ઊંઘી રહેલા મહિલાના કાનમાંથી વેડલાની ચોરી થતા ફરિયાદ

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘર બહાર સુતા હતા તે દરમિયાન તસ્કર 1.12 લાખના દાગીના ઉઠાવી ગયો

આણંદના વઘાસી ગામે બાધરપુરા દૂધ મંડળી પાસે રહેતા પશુપાલકના માતા ઘર બહાર સુતા હતા તે દરમિયાન અજાણ્યો શખસ તેમના કાનમાંથી અઢી તોલાના વેડલા કિંમત રૂ.1.12 લાખની ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

દેવભૂમી દ્વારકાના જામ ખંભાળીયાના રહેવાસી અને કેટલાક સમયથી વઘાસીના બાધરપુરા દૂધ મંડળી પાસે રહેતા નાથાભાઈ હરદાસ ગોજીયા પશુપાલનનો વ્યવસાય કરે છે. તેઓ 5મીની રાત્રિના અઢી વાગ્યાના સુમારે પરિવાર સાથે છાપરાની બહાર ખુલ્લામાં ખાટલાઓ પાથરી સુતા હતા. તે દરમિયાન કોઇ અજાણ્યો શખસ ઘર આગળ આવી નાથાભાઈના માતા જાજીબહેન સુતા હતા, તેઓના કાનમાં પહેરેલા સોનાના વેડલા કિંમત રૂ.1,12,500 કાઢી લીધા હતા. જોકે, જાજીબહેન ઉંઘમાંથી એકદમ ઉઠી જતા બુમ પાડતા પરિવારના અન્ય સભ્ય જાગી ગયાં હતાં. જોકે, તે પહેલા અજાણ્યો શખસ કાનમાંથી વેડલા લઇ અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો. આમ છતાં તેને પકડવા નાથાભાઈ દોડ્યાં હતાં. પરંતુ તે હાથમાં આવ્યો નહતો અને ક્યાંક જતો રહ્યો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...