ધુવારણ દુષ્કર્મ કેસ:ગામના રહીશનો બળાપો : આ પૂજારી નથી, મારી પત્ની એણે નામે કરી લીધી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લંપટ પૂજારી સામે ગ્રામજનોમાં ભભૂકતો રોષ
  • જે તે સમયે રહીશને થોડા પૈસા આપી પતાવટ કરી દેવાઇ હતી

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ધુવારણ સ્થિત ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રહેતા લંપટ 70 વર્ષીય પૂજારી અમરનાથ વેદાંતીએ 15 વર્ષીય સગીરાના બિભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાની ધમકી આપી છેલ્લાં છ માસથી સગીરા સાથે દુષ્કર્મ કરતો હતો. હવે દિન પ્રતિદિન તેની લપંટલીલાઓ અને તે ગ્રામજનોને કેવી રીતે ધમકાવતો હતો તેની વિગતો બહાર આવી રહી છે.

થોડાં સમય અગાઉ ગામમાં રહેતા એક ઈસમે મંદિર પાસે આવીને ખૂબ જોરજોરથી પૂજારી વિરૂદ્ધ બોલ્યો હતો. તેણે મારી પત્ની એણે નામે કરી દીધી છે, આ પૂજારી નથી એમ કહેતો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ઈસમ દારૂ પીવાની ટેવવાળો હતો. એટલે એ સમયે થોડાં રૂપિયા આપીને પૂજારીએ પતાવટ કરી નાંખી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પૂજારીની કુચેષ્ટાઓ વિશે ગ્રામજનોને માહિતી મળતાં વીસેક દિવસ અગાઉ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી. જોકે, આ અંગેની જાણ પૂજારીને થતાં જ તેણે પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેના નિવાસસ્થાને બેસવા આવેલા એક યુવકને ઉદ્દેશીને તે હિન્દીમાં પોતાનો રોષ ઠાલવતો હતો.

57 સેકન્ડના સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલાં આ વિડિયોમાં તે એક યુવક સમક્ષ એવું કહેતો સાંભળી શકાય છે કે, અચ્છ હુઆ આપ કો ભી જનાકારી મીલી. મેં સબ માલૂમ હૈ. રિવોલ્વર રખતા હું. ખોપડી ગરમ હૈ, કિ સી કો ભી ઠોક દુંગા. મુઝે સબ પાત હૈ, મેં લિસ્ટ બાન રાહ હું.

ઔરસ વ્હોટસએપ કર દુગાં, જેસિકા નામ ગાલના હૈ. મેં ભી (એફઆઈઆર) દરાજ કરવાઉંગા. એ પછી તે બાંકડાઓ પર બેઠેલાં યુવક પાસેથી ઊભો થઈને જતો જોઈ શકાય છે. નોંધનીય છે કે, અગાઉ પૂજારીની હરકતો ગામના સરપંચોને જાણવા મળતાં તેઓ તેને સમજાવવા ગયા હતા ત્યારે તેણે તેમને ગ્રામજનોના નામ લખી મરી જવાની ધમકી આપી હતી.

અેક હથ્થું શાસન : અમરનાથ વેદાંતી બીજા કોઈને અહીં રહેવા દેતો ન હોતો
મંદિરમાં અગાઉ એક સાધુ રહેતા હતા. ત્યારે તેઓ બીજા રાજ્યમાંથી લોકો આવતા તો તેમને અહીં રહેવા દેતા હતા. અહીં તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરી દેતા હતા. જોકે, આરોપી જ્યારથી અહીં રહેવા આવ્યો એ પછીથી કોઈને અહીં રહેવા દેવાની મંજૂરી આપતો નહોતો. વધુમાં વધુ 12 કલાક સુધી તે રહેવા દેતો એ પછી જે પણ રોકાયું હોય તેમને તે કાઢી મૂકતો હતો.

મહિલાઓને સમય આપીને જ બોલાવતો હતો ઃ કેટલીક સ્ત્રીઅોના ઘરે પણ જતો
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી પૂજારીએ દરેક શિલાઓને સમય આપ્યા હતા. જેમાં એક મહિલાને તે દરરોજ 10થી 4ના સમય દરમિયાન બોલાવતો હતો. એ પછી ચાર વાગ્યા પછી ભોગ બનનારી સગીરાને બોલાવતો હતો. કેટલીક સ્ત્રીઓને ઘેર દવા આપવાના બહાને પણ તે જતો હતો.

અન્ય સમાચારો પણ છે...