ફરિયાદ:રામોલમાં પુત્રે વિધવા માતાને ધમકીઓ આપતાં ફરિયાદ

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિલ્કતમાંથી નામ કાઢી નાખતાં યુવક તાળું તોડી ઘરમાં ઘુસ્યો

વસો તાલુકાના રામોલ ગામે રખડુ થઈ ગયેલો અને મિલ્કતમાંથી બે દખલ કરેલા યુવકે તાળું તોડી ઘરમાં પ્રવેશ્યો હતો. અને મિલ્કતમાં ભાગ આપો તેમ કહીં માતા તથા ભાઈ સાથે ઝગડો કરી ધમકીઓ આપી હતી. મૂળ રામોલ રોહિતવાસમાં અને હાલમાં નડિયાદ એસઆરપી ગેટ સામે આવેલી રૂદ્ર રેસીડેન્સીમાં રહેતા 55 વર્ષીય સવિતાબેન જયદેવભાઈ રોહિતના મોટા દીકરા સંદીપના લગ્ન દંતેલીમાં રહેતા પારૂલબેન સાથે થયા હતા. જોકે, સંદીપ ખરાબ સોબતે ચઢી ગયો હોય પરિવારે તેને મિલ્કતમાંથી બેદખલ કર્યો હતો.

દરમ્યાન ગત છઠ્ઠીએ સંદીપ રામોલ ગયો હતો. તેણે પોતાના બંધ ઘરનં તાળું તોડી અંદર બળજબરીથી ઘુસી ગયો હતો. જેની જાણ થતાં સવીતાબેન અને તેમનો બીજો દીકરો નીકુંજ રામોલ ગયા હતા. ત્યારે તેણે મને મિલકતમાં ભાગ આપો તેમ કહી માતા અને ભાઈને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ મામલે મહેળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...