તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોરસદ તાલુકાના ઝારોલામાં રહેતી પરણિતાની તબીબે જાતીય સતામણી કરતાં સમગ્ર મામલો ભાદરણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી તબીબના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ઝારોલામાં રહેતી 33 વર્ષીય પરણિતાએ આ મામલે ભાદરણ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાસ ગામે રહેતા તબીબ બ્રિજેશભાઈ કે. સાવજ (પટેલ) તેણીના પિતા અને ભાઈના મિત્ર થતા હોય તેણીના ઘરે અવર-જવર કરતા હતા. જેને પગલે પરણિતા તેમને સારી રીતે ઓળખતી હતી. પિતા સમાન તેમને માન આપતી હતી.
દરમિયાન ગત 27મીના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે પરણિતા તેમના ઘરે એકલાં હતા. એ સમયે અચાનક બ્રિજેશભાઈ તેમના ઘરે આવ્યા હતા. અને તેમના ઘરમાં થોડો સમય બેઠા હતા. દરમિયાન એ સમયે બ્રિજેશભાઈએ પરણિતાની એકલતાનો લાભ લઈ તેને તને ઈચ્છા નથી થતી મારી પાસે આવવાની તેમ જણાવ્યું હતું. જેને પગલે પરણિતા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. તેણે તેને કંઈ પ્રત્યુતર આપ્યો નહોતો. બાદમાં પરિવારજનોની સમજાવટ બાદ તેણીએ ભાદરણ પોલીસ સ્ટેશને તબીબ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તબીબની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.