ફરિયાદ:સૈયદપુરાના બેચરપુરામાં જાતિય અપમાન કરીને મારતા ફરિયાદ

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ તાલુકાના ચલાલી ગામના રોહિત વાસમાં મસાણી માતાના મંદિર સામે હેમંતકુમાર ચંદુભાઈ રોહિત પોતાના પરિવાર સાથે રહે છે અને કોલસીનો વેપાર કરી જીવન ગુજરાન ચલાવે છે. હેમંતકુમાર રોહિત પાસેથી સૈયદપુરા તાબે બેચરપુરા ખાતે રહેતા વિજયભાઈ અર્જુનભાઈ સોલંકી જે પણ કોલસીનો ધંધો કરતા હોઈ બે ટ્રેક્ટર કોલસી લઈ ગયા હતા. જેના રૂ 28 હજાર બિલ પૈકીના રૂ 26,600 બાકી રાખ્યા હતા.

આ પૈસા બાબતે હેમંતકુમાર અવારનવાર વિજયભાઈ સોલંકી પાસે ઉઘરાણી કરવા છતાં વિજયભાઈ સોલંકી પૈસા આપતા ન હતા. શનિવાર સાંજના અરસામાં હેમંતકુમાર પોતાના ભાઈ અજયભાઈ સાથે સૈયદપુરા તાબે બેચરપુરા ખાતે વિજયભાઈ સોલંકીના ઘરે બાકી નીકળતા કોલસીના પૈસાની ઉઘરાણી કરવા ગયા હતા. ત્યારે વિજયભાઈ સહિત પરિવારે ઝઘડો કરી હેમંતકુમાર તેમના ભાઈ અજયભાઈ માર મારી જાતિય અપમાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...