તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહેળાવમાં પાણીપુરીની લારીવાળા બોરસદમાં ટોળે વળતાં ફરિયાદ

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેળાવ પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં કોવિડના નિયમોનું ભંગ થતું અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ હાથધર્યુ છે.જેમાં મહેળાવ ગામે એક પાણીપુરીની લારી પાસે ટોળે વળી લોકો ઉભા હોવાથી પોલીસે લારીવાળા સામે ગુનો દાખલ કરીને દંડ ફટકાર્યો હતો. મહેળાવ પોલીસ રવિવાર સાંજે ગામમાં પેટ્રોલીંગમાં નીકળી હતી.ત્યારે પાણીપુરીની લારીપર ભારે ભીડ જામ હતી.લોકો સોશિયલ ડિસ્ટનસિંગ જળવ્યા સિવાય પાણીપુરી ખાતા નજરે પડયા હતા. જેથી પોલીસે પાણીપુરીની લારીવાળા વિષ્ણુભાઇ ચંદુભાઇ વાઘેલા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

જયારે બોરસદ પોલીસે રવિવાર સાંજે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તેઓ શહેરના ઝાંખલી તળાવ ખાડા પાસે પહોંચ્યા ત્યારે આવકાર આમલેટ સેન્ટર નામની લારીએ લોકો ટોળે વળીને ઉભા હતા. જેઓ પોલીસને જાેઈને ભાગી ગયા હતા. પોલીસે આ અંગે મહમંદઅશરાદ ઉર્ફે મામુ મહમંદરફીક મલેક રહે. વાવડી મહોલ્લો બોરસદ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.આઉપરાંત દેદરડા ગામે માસ્ક પહેર્યા વિના ઉભેલા દીલીપ સોલંકી, અજય સોલંકી, જીતેન્દ્ર સોલંકી અને દીનેશ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો