તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખંભાતના વેપારીએ રૂ. 11.94 લાખનો વેરો ન ભરતાં ફરિયાદ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાતના વેપારીએ સાત વર્ષ અગાઉ અનાજ કરીયાણાનો પાકા બિલથી ધંધો કરી તેના વેરાની રકમ રૂપિયા 11.94 લાખ ન ભરતાં શુક્રવારે વેરા અધિકારીએ આ મામલે ખંભાત શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ શહેરની ન્યુ જગન્નાથ નીરજ એપાર્ટમેન્ટમાં સમીર શાંતિલાલ મોકાણી પોતાના પરિવાર સાથે રહેતા હતા.

તેમણે ગત 1 એપ્રિલ 2007 ના રોજ ગુજરાત મુલ્ય વર્ધિત અધિનિયમ 2003 અંતર્ગત નોંધણી નંબર મેળવી ખંભાત શહેરના ગવારા ટાવર પાસે મોચીવાડ નજીક મેસર્સ ક્રિશ્ના ટ્રેડીંગ કંપની ખોલી હતી. તેઓ અનાજ, કરીયાણું, ખાદ્યતેલ વેચતા હતા. તેઓ પાકા બીલ બનાવી વેરો લેતા હતા પરંતુ તેમણે નિયત સમયમાં સરકારમાં વેરો ભર્યો નહોતો. હાલમાં ખંભાત ખાતે અલ્કેશ જ્યંતિભાઈ પારેખ રાજ્ય વેરા નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે.

તેમણે આકરણી માટે આવતા પત્રકોની ચકાસણી કરી હતી તથા અધિકારીઓ દ્વારા આવતા અહેવાલો તપાસ્યા હતા. જેમાં મે. ક્રિશ્ના ટ્રેડીંગ કંપની દ્વારા સરકારમાં વેરો ભરવામાં ન આવ્યો હોવાનું ખૂલ્યું હતું. વર્ષ 2007 થી 2013 દરમિયાન રૂપિયા 11.94 લાખની રકમ વસુલવાની થતી હતી. જેથી તેમના વિરુદ્ધ એફઆરઆઈ નોંધાવી વ્યાજ અને દંડ સાથે વેરો વસુલવા અધિકારીઓએ જણાવ્યું હતું. એટલે તેમની તપાસ કરાઈ હતી. જેમાં તેમના વેપાર ધંધાનું સ્થળ બંધ માલુમ પડ્યું હતું. જેન પગલે શુક્રવારે સાંજે તેમના વિરૂદ્ધ ખંભાત શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...