કાર્યવાહી:યુવતીને પતિ-પ્રેમિકાએ ત્રાસ આપતાં ફરિયાદ, આંકલાવ પોલીસે કાર્યવાહી હાથ ધરી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંકલાવ તાલુકાના ભાણપુરા ગામની હેતલબેન વિક્રમસિંહ જાદવના લગ્ન વર્ષ 2011માં લીમડી દાહોદ રોડ પર રહેતા અને શિક્ષકની ફરજ બજાવતા રોનકભાઈ રમેશભાઈ ચૌહાણ સાથે લગ્ન થયા હતા. હેતલબેનનો પતિ રોનકભાઈ ચૌહાણ શિક્ષક છે. અને તન શિક્ષિકા ભારતીબેન અરવિંદભાઈ ગોસ્વામી (રહે. દહેગામ) સાથે આડો સંબંધ હતો. આ અંગેની જાણ હેતલબનને થતાં તેમણે તેમને ઠપકો પણ આપ્યો હતો. જોકે, બીજી તરફ બંને જણાંએ ભેગા મળીને તેને મારઝુડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. જેને પગલે પરિણીતા કંટાળી ગઈ હતી અને તેણી તેના પિયર આવી ગઈ હતી. જ્યાં તેણે બંને વિરૂદ્ધ આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...