સોજીત્રા તાલુકાના પેટલી ગામે રહેતી 65 વર્ષની વૃધ્ધાના વાળ કાતરથી કાપી નાંખીને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે પુર્વ પૌત્રી જમાઈ સહિત ચાર વિરૂદ્ઘ સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.પેટલી ગામના તળાવ પાસે રહેતા ચંચળબેન અંબાલાલની પુત્રી કોકિલાની ભાણી હેતલબેનના લગ્ન અમદાવાદ ખાતે રહેતા વિજય કાંતિભાઈ સાથે કરવામાં આવ્યા હતા. જો કે પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતા જ છુટાછેડા લઈને ભાણીના બીજે લગ્ન પણ કરાવી દેવામાં આવ્યા હતા.
જેની રીસ રાખીને 24મી જુલાઇના રોજ વિજય કાંતિભાઈ, મંજુલાબેન કાંતિભાઇ (રે. અમદાવાદ), ગીતાબેન કનુભાઈ અને બાબુભાઈ મોહનભાઈ (રે. દેવકીવણસોલ,મહેમદાવાદ) તમામ ઈકો કારમાં સવાર થઈને આવી પહોંચ્યા હતા અને ચંચળબેનના ખબર અંતર પુછ્યા બાદ મંજુલાબેન અને વિજયએ ચંચળબેનને પકડી રાખી અને ગીતાબેને માથાના વાળ કાપી નાંખ્યા હતા. ત્યારબાદ ગડદાપાટુનો માર માર્યો હતો. બાબુએ દુર ઉભા રહીને ઉશ્કેરણી કરી હતી. દરમ્યાન ચંચળબેનના પતિ સહિત અન્યો આવી જતાં ચારેય જણા જાનથી મારી નાંખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.