તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપીંડી:પેટલાદ પોસ્ટમાસ્તર દ્વારા 4.50 લાખની ઉચાપત કરતા ફરિયાદ

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 50 હજારનું વાઉચર ભરીને પાંચ લાખ ઉપાડી લીધા હતા

પેટલાદ શહેરની મુખ્ય પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તરે પોતાની ફરજ દરમિયાન પત્નીના નામની ખોટી સહી કરીને રૂપિયા પચાસ હજારનું વાઉચર ભરીને રૂપિયા પાંચ લાખ પોસ્ટમાંથી ઉપાડી લેતાં પેટલાદ શહેર પોલીસે સાડા ચાર લાખની ઉચાપતની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પેટલાદ તાલુકાના પેટલી ગામના મુળ વતની અને હાલમાં પેટલાદની રામબાગ સોસાયટી એસ. એસ. હોસ્પિટલ પાછળ અશોકભાઇ ગણેશભાઇ પરમાર રહે છે. તેઓ પેટલાદની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવે છે.

તેઓએ ગત 20મી ઓગસ્ટ, 2019ના રોજ પોતાની ફરજ દરમિયાન પત્ની મધુબેનના સંયુક્ત ખાતાના નામે તેમની બનાવટી સહી કરીને રૂપિયા 50 હજારનું વાઉચર ભર્યું હતું. અને પોસ્ટમાંથી રૂપિયા પાંચ લાખ ઉપાડી લીધા હતા. દરમિયાન, તાજેતરમાં ઓડિટ દરમિયાન હકીકત પ્રકાશમાં આવી હતી. જેને પગલે આ અંગેેની ફરિયાદના આધારે પેટલાદ શહેર પોલીસે ઉચાપતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વાત કરતા પેટલાદ શહેર પીએસઆઈ ડી.એચ. મકવાણાએ જણાવ્યું હતું કે, ઓડિટમાં ઘટના ખૂલ્યા બાદ પોસ્ટમાસ્તરે પૈસા ભરી દીધા હતા, પરંતુ પોસ્ટ દ્વારા હાલ કાર્યવાહી કરતા ગુનો દાખલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો