તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:નાપાડ-તળપદમાં નાના બાળકોના ઝઘડામાં મોટેરાં ઝઘડતા ફરિયાદ

આણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ્ય પોલીસે બંને પક્ષે સામસામે 8 સામે ગુનો નોંધ્યો

આણંદ પાસેના નાપાડ-તળપદમાં બાળકોના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને પગલે સમગ્ર મામલો આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષે સામ-સામે કુલ 8 સામે મારામારીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નાપાડ-તળપદ ખાતે રમણભાઈ સોમાભાઈ ભોઈ રહે છે. તેમની દીકરી વૈશાલીનો પાંચ વર્ષીય દીકરો વેદ સાઈકલ ચલાવી રહ્યો હતો. ત્યારે પાડોશમાં રહેતા રાવજી શના ભોઈએ આ રસ્તો તારા બાપનો નથી, અહીં આવવું નહીં તેમ કહી તેને ઠપકો આપ્યો હતો. જેની જાણ રમણભાઈને થતાં તેઓ બહાર નીકળ્યા હતા. એ સમયે ઉશ્કેરાયેલા રાવજી ભોઈ અને તેમના દીકરા મહેશ ભોઈએ તેમના પર દાતરડાથી હુમલો કર્યો હતો. વધુમાં લીલાબેન અને મીનાક્ષીબેને પણ તેમને માર માર્યો હતો.

બીજા બનાવ સંદર્ભે મીનાક્ષીબેને રમણ સોમા ભોઈ, મિતેષ રમણ ભોઈ, લીલા રમણ અને બેલા રમણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના પાંચ વર્ષીય દીકરો મયંક રમતો હતો ત્યારે વેદે તેને માર મારતા તેઓએ તેને ઠપકો આપ્યો હતો. જેની રીસ રાખીને ચારેય જણાંએ ભેગા થઈને તેમને તેમજ તેમના પરિવારજનોને માર માર્યો હતો. આ બંને બનાવ સંદર્ભે આણંદ ગ્રામ્ય પોલીસે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો