ફરિયાદ:આણંદની યુવતીને શંકાશીલ પતિએ માર મારતાં ફરિયાદ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા થકી પ્રેમલગ્ન કર્યા હતા

સોશ્યલ મીડિયાથી પ્રેમમાં પડેલી આણંદની યુવતીને શહેરના ચાવડાપુરામાં રહેતા યુવકે શારીરિક-માનસિક ત્રાસ આપતાં શહેર પોલીસે યુવતીના ફરિયાદના આધારે ઘરેલું હિંસાની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ શહેરના સેન્ટ ઝેવિયર્સ રોડ ઉપર આવેલી નીલમપાર્ક સોસાયટીમાં રહેતી હિનાબેન મકવાણાને સોશ્યલ મીડિયા થકી અમિત જ્હોન પરમાર (રહે. મેરીલેન્ડ સોસાયટી, સેન્ટ ઝેવિયર્સ સ્કુલ પાછળ, ચાવડાપુરા) સાથે પ્રેમ થઈ ગયો હતો. તેમણે વડોદરામાં પ્રેમલગ્ન કર્યા હતા અને એ પછી તેઓ ચાવડાપુરા રહેવા આવી ગયા હતા. તેમને સંતાનમાં એક દીકરો છે. તેઓ ખેડાની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ પતિ દ્વારા તેના ચાિરત્ર્ય બાબતે શંકા કરીને અવાર-નવાર મારઝૂડ કરાતી હતી.

વધુમાં પુત્રને રાખવા માટે રૂપિયા 25 હજારની માંગ પણ સાસુ-સસરા દ્વારા કરાતી હતી. અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આખરે પતિ અમિત ઉપરાંત સસરા જ્હોન, સાસુ મધુકાન્તા, નણંદ અર્પિતા અને કાકા સસરા સુરેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...