ક્રાઈમ:હાડગુડમાં નજીવી બાબતે દંડાથી વૃદ્ધને માર મારતા ફરિયાદ

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ પાસેના હાડગુડ ગામ સ્થિત તળાવવાળા ફળિયામાં ઉસ્માનમીયાં શેખ રહે છે. તેમની નજીકમાં રહેતા સહેજાદઅલી સૈયદે તેમને અપશબ્દ બોલ્યા હતા. જેને પગલે ઉસ્માનમીંયાએ તેમને અપશબ્દ બોલવાની ના પાડતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમની વચ્ચેની બોલાચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમતાં સહેજાદઅલીએ લાકડાના દંડો મારી દીધો હતો. જેને કારણે તેમને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ સંદર્ભે ઉસ્માનમીંયાની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...