તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ચમારા ગામે અપશબ્દો બોલાવાની ના પાડતા યુવકને મારતા ફરિયાદ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર શખ્સોએ ભેગા મળી યુવકને માથામાં કડુ મારી ઇજા પહોંચાડી

આંકલાવ તાલુકાના ચમારા ગામે નજીવી બાબતે યુવક સાથે ચાર વ્યક્તિઓએ ઝઘડો કરી હાથમાં પહેરેલ કડુ અને કોશ મારી ઇજાઓ કર્યાની ફરીયાદ આંકલાવ પોલીસ મથકમાં નોંધાઇ છે. ચમારા ગામના બસ સ્ટેન્ડ પાસે વિજયભાઈ રામસિંહ પઢીયાર તેમજ તેઓના પરિવારજનો રાત્રીના અરસમાં જમી-પરવારીને સુઈ ગયા હતા.

ત્યારે ફળિયામાં રહેતો કમલેશભાઈ પઢિયાર વિજયભાઈના કાકાના દીકરા મહેશભાઈ પઢીયારને અપશબ્દો લાગેલ જેથી મહેશભાઈએ ગાળો બોલવાની ના પાડતા કમલેશભાઈ પઢીયાર ઉપરાંત મનુભાઈ પઢીયાર, સવિતાબેન પઢિયાર, ટીકીબેન પઢિયારે ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી ઝઘડો કરી મહેશભાઈને માથા ઉપર હાથમાં પહેલું કડુ મારી ઇજાઓ કરી તેમજ ઠપકો આપવા જતાં ઠાકોરભાઈને લોખંડની કોશ મારી તેમજ અન્ય પરિવારજનોને ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે વિજયભાઈ રામસિંહ પઢીયારની ફરીયાદ લઈ આંકલાવ પોલીસે કમલેશભાઈ મનુભાઈ પઢિયાર સહિત ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...