તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:બોરસદમાં બાળક ઉઠાવગીર સમજીને માર મારતા ફરિયાદ

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે 50 માણસોના ટોળા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી

બોરસદ શહેરના માજરીયા તળાવ વિસ્તારમાં ભીખ માંગવા ગયેલા મૂળ કપડવંજના તૈયબપુરા ડુંગરાના હાલ આંકલાવ રહેતા યુવકને કેટલાક લોકોએ બાળક ઉઠાવગીર સમજીને પકડી લાકડીઓથી તેમજ ગડદાપાટુનો મારમારી ઈજાઓ કર્યાની ફરિયાદ બોરસદ શહેર પોલીસ મથકમાં નોંધાઇ છે.

કપડવંજના તૈયબપુરા ડુંગરા ઉપર મદારીવાસ ખાતેના મૂળ વતની અને હાલમાં આંકલાવ ગંગાપાર્કની પાછળ મદારી વાસમાં રહેતા સાવનનાથ મદારી ભીખ માંગીને જીવન ગુજરાન ચલાવે છે. સોમવારે બપોરના અરસામાં સાવનનાથ મદારી બોરસદના માજરીયા તળાવ વિસ્તારમાં ભીખ માંગવા માટે ગયા હતા. દરમિયાન વાલીદ, અક્રમ, શરખાન સહિત 50 જેટલા માણસોના ટોળાએ સાવનાથ મદારીને બાળક ઉઠાવગીર ટોળકીનો સાગરીત સમજીને લાકડીથી હુમલો કર્યો હતો. તેમજ અન્ય શખ્સોને પણ લાકડીઓથી અને માર્યોહતો અને મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આ બનાવની જાણ થતા જ બોરસદ ટાઉન પોલીસે થતાં તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ઈજાગ્રસ્ત સાવનનાથ મદારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બોરસદ ટાઉન પોલીસે આ બનાવ અંગે સાવનનાથ મદારીની ફરિયાદ લઇ વાલીદ, અક્રમ, આશરખાન તેમજ લઘુમત્તિ કોમના 50 માણસોના ટોળા વિરુદ્ધ રાયોટીંગની કલમો હેઠળ ગુનો દાખલ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો