ફરિયાદ:કહાનવાડીમાં નજીવી બાબતે 3 શખસોએ હુમલો કરતા ફરિયાદ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારિયુ મારીને ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી

આંકલાવના કહાનવાડી ગામે રાધેશ્યામપુરા નિશાળ વિસ્તારમાં ઘર આગળ અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઈને ધારીયુ, લાકડાના દંડા અને લોખંડની નરાશ મારીને બે વ્યકિતઓને ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ આંકલાવ પોલીસ મથકમાં નોંધાઇ છે.

કહાનવાડી ગામે રાધેશ્યામપુરા નિશાળ ખાતે લાલજીભાઈ ગોકળભાઈ પઢીયાર પોતાના પરિવાર સાથે રહે છે. ગુરુવારે રાત્રિના અરસામાં લાલજીભાઈ પઢીયારના ઘર આગળ નજીકમાં રહેતા પ્રભાતભાઈ પઢીયાર, સુનિલભાઈ પઢીયાર, ગોવિંદભાઈ પઢીયાર અપશબ્દો બોલતા હતા.

જેથી લાલજીભાઈ પઢીયારના પરિવારજનોએ અપશબ્દો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેયેલા 3 શખસોએ ઝઘડો કરી સુનિલભાઈએ વિક્રમભાઈને જમણા હાથના બાવળામાં અને જમણા પગે ધારીયાથી ઈજા કરી તેમજ પ્રભાતભાઈએ લોખંડની નરાશ બરડામાં મારી ઇજાઓ કરી હતી. જ્યારે ગોવિંદભાઈએ આનંદીબેનને દંડા વડે ઈજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે લાલજીભાઈ પઢીયારની ફરિયાદ લઈને આંકલાવ પોલીસે પ્રભાતભાઈ સહિત 3 વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...