લેન્ડ ગ્રેબિંગ:ખંભાતના મોતીપુરામાં બે માથાભારે શખ્સોએ વેપારીની જમીન પચાવી પાડતાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાત પોલીસે બંને માથાભારે શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા

ખંભાત તાલુકાના મોતીપુરા તાબે હરીપુરા લાટ ખાતે આવેલી આશરે 50 જેટલી વિઘા જમીન બે ભરવાડોએ પચાવી પાડી હતી. આ જમીનના મુળ માલિક અમદાવાદમાં વેપાર કરે છે અને તેઓ મોતીપુરા આવે તો તેમને ધમકી આપતાં હતાં. આખરે આ અંગે લેન્ડ ગ્રેબીંગ અંતર્ગત ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ બંગ્લોઝ ખાતે રહેતા મુકુન્દભાઈ ડાહ્યાભાઈ પટેલ વેપાર કરે છે અને તેઓ ત્રણ ભાઇની વડિલો પાર્જીત જમીન ખંભાતના મોતીપુર તાબે હરિપુરા લાટ ખાતે આવેલી છે. આશરે 50 વિઘા જેટલી જમીન પર અલગ અલગ સર્વે નંબરમાં ત્રણ ભાઈઓએ વહેંચી દીધી હતી.

મહત્વનું છે કે, આ જમીનનો વહિવટ 2015 સુધી તેમના પિતા ડાહ્યાભાઈ કરતાં હતાં. પરંતુ તેમના અવસાન બાદ મુકુન્દભાઈ અને તેમના ભાઇઓ મોતિપુરામાં ખાસ કોઇ અવર જવર કરતાં નહોતાં. આ તકનો લાભ લઇ ગામના બે માથાભારે શખ્સ હનુ ધના ભરવાડ અને પુના વશરામ ભરવાડે જમીન ખેડવાનું શરૂ કરી દીધું હતું અને જમીન પચાવી પાડી હતી.

આ બાબતની જાણ થતાં મુકુન્દભાઈ પટેલ મોતિપુરા આવ્યાં હતાં ત્યારે થઈ હતી. આ સમયે હનુ અને પુનાએ મુકુન્દભાઈ પટેલને ધમકાવ્યાં હતાં. આખરે આ અંગે મુકુન્દભાઈએ લેન્ડ ગ્રેબીંગ અંતર્ગત ફરિયાદ આપતાં ખંભાત ગ્રામ્ય પોલીસે ત્રણ અલગ અલગ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...