તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગામડી અને આણંદના બે વેપારી સામે ફરિયાદ

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાનગરમાં ખાણી-પીણીની લારી પર સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતાં દંડ ફટકાર્યો

આણંદના ટાઉન પોલીસની ટીમે શનિવાર સાજે સાંજે છ વાગે ગામડી ગામે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તેઓ બેંક ઓફ બરોડાની બાજુમાં ગયા ત્યારે સાંઈરામ કિરણા સ્ટોર નામની દુકાનમાં લોકો સોશ્યલ ડીસ્ટન્સ રાખ્યા વિના ઉભા હતા તથા દુકાનના માલિક માસ્ક પહેર્યા સિવાય વસ્તુઓનું વેચાણ કરી રહ્યા હતા. એટલે પોલીસે તરત જ તેના માલિક ધ્રુવીલગીરી પ્રકાશગીરી ગોસ્વામી વિરુદ્ધ કલમ 188 મુજબ ગુનો દાખલ કર્યો હતો.

આણંદ ટાઉનના પોલીસે શનિવાર સાંજે સાત વાગે વિદ્યાનગર રોડ ઉપર પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તેમણે જાેયું તો રુતુ આઈસ્ક્રીમના ખાચામાં ગણેશ પાણીપુરીની લારીએ હિતેશભાઈ જ્યંતિભાઈ પટેલ રહે. નાના બજાર વિદ્યાનગર માસ્ક પહેર્યા વિના અને સોશ્યલ ડીસ્ટન્સ રાખ્યા વિના પાણીપુરીનું વેચાણ કરતા હતો. જેથી પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. બે દિવસથી પોલીસે શહેરના માર્ગો ઉપર પેટ્રોલીંગ હાથ ધરીને માસ્ક અને સોશિયલ ડિસ્ટીનનો ભંગ કરનાર સામે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો