કાર્યવાહી:કામગીરીમાં અડચણ પેદા કરનારા બે સામે ફરિયાદ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાણ ખનિજ વિભાગ દ્વારા રોયલ્ટી પાસ માંગવામાં આ‌વતાં તેમણે પાસ બતાવવાનો ઈન્કાર કર્યો હતો

આણંદ પાસેના સામરખા ગામ સ્થિત એક્સપ્રેસ વે નજીક ગરનાળા પાસે બે શખસોએ ખાણ ખનીજ વિભાગે રોયલ્ટી પાસ માંગતાં તે ન આપી તેમની સાથે જીભાજોડી કરતાં પોલીસમાં બંને વિરૂદ્ધ સરકારી કામગીરીમાં અડચણના ગુના હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આણંદ શહેરમાં આવેલી ખાણ ખનીજ વિભાગની કચેરીમાં માઇન્સ સુપરવાઈઝર ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગ ખાતે સંકેતભાઈ જીતેન્દ્રભાઈ પટેલ ફરજ બજાવે છે.

સોમવારે સાંજે સામરખા એક્સપ્રેસવે નજીક ગરનાળા પાસે ગેરકાયદે રીતે રેતી ખનન કરનાર અને હેરાફેરી કરનારા વાહનચાલકોની તપાસ અંગે કાર્યવાહી કરવા નીકળ્યા હતા. દરમિયાન, ત્યાં એક ટ્રક આવી પહોંચતા જ તેમણે તેને અટકાવી તેમના નામ-ઠામની પૂછપરછ કરી હતી. જેમાં તેમણે તેમનું નામ ફરહાનખાન નાસીરખાન પઠાણ અને નબીભાઈ કાલુભાઈ પઠાણ (બંને રહે. આણંદ પાણીની ટાંકી પાસે) હોવાનું જણાવ્યું હતું.

તેઓ પોતાની ટ્રકમાં રેતી ભરીને પસાર થતા હતા. જેથી સંકેતભાઈ પટેલે તેમની પાસે રોયલ્ટી પાસ માંગતા ટ્રક ચાલકે પોતાની પાસે નહીં હોવાનું જણાવી જીભાજોડી કરી હતી. વધુમાં ત્યાંથી ટ્રક લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે તેમણે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને જણાં વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...