તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાષ્ટ્રધ્વજ સાથે છેડછાડ કરનારા ત્રણ સામે ફરિયાદ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરેઠમાં રાષ્ટ્રધ્વજ પર ચાંદ અને તારો બતાવી ધાબા પર ફરકાવ્યો : નગરજનોમાં ઉત્તેજના ફેલાઈ

ઉમરેઠના કડિયાવાળમાં રાષ્ટ્રધ્વજ સાથે છેડછાડ કરનારી મહિલા સહિત ત્રણ સગીર સામે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉમરેઠના કડીયાવાડમાં રહેતા નિલોફરબાનુ ફારૂકહુસૈન મલેક તેમજ ત્રણ કિશોરોએ ભેગા મળીને તેમના ધાબા પર છેડછાડ કરેલો ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. રાષ્ટ્રધ્વજમાં તેમણે છેડછાડ કરી તેમાં અશોકચક્રના બદલે ચાંદ અને તારો બતાવ્યો હતો. સોમવારથી ધ્વજને તેમના ધાબા પર લાકડી સાથે બાંધીને લહેરાવ્યો હતો.

બીજી તરફ આ સમગ્ર ઘટનાનો વિડિયો બનાવી અને ફોટા પાડીને કોઈ અજાણ્યા શખ્સે સોશ્યલ મીડિયામાં વાઈરલ કરી દીધા હતા. વિડિયો અને ફોટા વાઈરલ થયા બાદ તેની જાણ ઉમરેઠ પોલીસને થતાં જ મંગળવારે સવારે ઉમરેઠ પોલીસ તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી ગઈ હતી અને બનાવની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણીએ અને ત્રણ સગીર સાથે મળીને તિરંગા સાથે છેડછાડ કરી હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે ધ્વજને નીચે ઉતરાવ્યો હતો અને મહિલા સહિત ત્રણેય સામે રાષ્ટ્રીય ધ્વજના તિરસ્કાર અટકાવવા માટેના અધિનિયમ 1971ની કલમ 2 પ્રમાણે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓડ બજારમાં માર્કેટયાર્ડની દરગાહમાં પાકિસ્તાનનો ધ્વજ લહેરાવ્યાની ઘટના બની હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser