જાહેરનામાનો ભંગ:વિદ્યાનગરમાં મોડે સુધી દુકાન ખુલ્લી રાખનાર સામે ફરિયાદ

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાનગરના હેકો દશરથસિંહ તથા સ્ટાફ શનિવારે રાત્રે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. રાત્રે સવા દસ વાગે તેઓ મોટા બજાર પહોંચ્યા ત્યારે કભી કભી નામની દુકાન ખુલ્લી હતી. જે અક્ષર હિતેશભાઈ પટેલ રહે. ડોભઉ મહાદેવ ફળિયું તા. સોજીત્રા ચલાવતા હતા. કરફ્યુના સમયમાં અક્ષરભાઈએ મોડે સુધી દુકાન ખુલ્લી રાખી હોય પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...