ફરિયાદ:પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ પાસેના બાકરોલ ગામે રહેતી પરણિતા પર ત્રાસ ગુજારનારા સાસરીયા વિરૂદ્ધ આણંદ મહિલા પોલીસે ગુનો નોંધ્યો છે.

આણંદ શહેરમાં રેલ્વે કોલોની ખાતે રહેતા રમેશભાઈ જીવાભાઈ વાઘેલાની દીકરી હિનાબેનના લગ્ન વર્ષ 2009માં બાકરોલ ગામે સરદાર આવાસ કોલોની ખાતે રહેતા હિતેશ દિનેશ સોલંકી સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લગ્નના થોડાં સમય બાદ પતિ દ્વારા ત્રાસ ગુજારવાનું શરૂ કરાયું હતું. તે દારૂ પીવાની અને જુગાર રમવાની ટેવ ધરાવતો હોય અવાર-નવાર તેણી તેને કુટેવ છોડી દેવા કહેતી હતી.

પરંતુ હિતેશુ સોલંકીનું ઉપરાણું લઈને તેના માતા મંજુલા અને પિતા દિનેશ દ્વારા તેને ત્રાસ આપવામાં આવતો હતો. જેને પગલે પરણિતા કંટાળી ગઈ હતી. અવાર-નવાર થતાં ઝઘડા, ત્રાસથી કંટાળી આખરે તેણે આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરેલું હિંસાની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...