ફરિયાદ:વિદ્યાનગરની પરણિતાને ત્રાસ આપતાં સાસરીયા સામે ફરિયાદ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પતિ સહિત બે વિરૂદ્વ ગુનો નોંધી તપાસ હાથ ધરી

વલ્લભ વિદ્યાનગરના નાના બજારમાં રહેતી અને ગાંધીધામ પરણાવેલી યુવતી પર તેના પતિ અને સાસરીયાઓએ પૈસાની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારી મારઝુડ કરતા આ બનાવ અંગે આણંદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, વલ્લભ વિદ્યાનગરના નાના બજારમાં છાસટીયા છાત્રાલયની બાજુમાં રહેતા હરીભાઈ મહારાજની દિકરી રમીલાના લગ્ન 7 વર્ષ પુર્વે કચ્છના ગાંધીધામ ખાતે રહેતા મોહનભાઈ મુસડીયા સાથે થયા હતા. લગ્ન બાદ છ માસ સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યા બાદ પતિ અને સાસુ-સસરા ખાવા બનાવતા આવડતું નથી. ઘરનું કામ કરતી નથી તેવો વાંક કાઢી શારીરિક માનસિક ત્રાસ ગુજારી મારઝુડ કરવાના કારણે રમીલાએ માનસિક સમતુલા ગુમાવતા તેણીને તેનો પતિ વલ્લભ વિદ્યાનગર મુકી ગયો હતો.

આમ, પતિ અને પરિવારના દૈનિક ત્રાસથી પરણિતા કંટાળી ગઇ હતી. આ બનાવ અંગે આણંદ મહિલા પોલીસે રમીલાબેનની ફરિયાદના આધારે પતિ મોહનભાઈ મુસડીયા, રામીબેન મુસડીયા, પ્રેમભાઈ મુસડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...