ફરિયાદ:આણંદમાં બીજવર ને પરણેલી પરિણીતાને સાસરિયા નો ત્રાસ ,તું તો મારી નોકરાણી હતી કહી કહી ત્રાસ આપતા ,અને પૈસા માંગતા પતિ અને સાસરિયા વિરુધ્ધ ફરિયાદ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરણીતાના પિતાનું ઘર નજીકમાં જ હોવાથી સાસરિયા તેમને ઘરકામ કરાવ્યાં બાદ જમવા પણ પિયર મોકલી આપતાં

આણંદ શહેરના ઉમરીનગરની પાછળ આવેલી શાહેઆલમ સોસાયટીમાં રહેતી પરિણીતાને દહેજ ભુખ્યા સાસરિયાએ દસ વર્ષ ઉપરાંત સમય સુધી ત્રાસ આપ્યો હતો. દરરોજના ત્રાસથી કંટાળી આખરે પિયર આવતી રહી હતી અને આ અંગે મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદના શાહેઆલમ સોસાયટીમાં રહેતા નબીલાબહેન દિવાનના લગ્ન ફિરોજશા મહંમદશા દિવાન સાથે થયાં હતાં.ફિરોજશા ના આ બીજા લગ્ન હતા જ્યારે પરિણીતા ના આ પ્રથમ લગ્ન હતા.લગ્નના શરૂઆતમાં થોડો સમય સારી રીતે રાખ્યા બાદ દહેજ ભૂખ્યા સાસરિયાએ ત્રાસ શરૂ કરી દીધો હતો. દરમિયાનમાં 2009ની સાલમાં દિકરીનો જન્મ આપતાં સાસરિયાઓનો ત્રાસ વધી ગયો હતો અને દિકરી કેમ જન્મી ? તેમ કહી મ્હેણાં – ટોણાં મારતાં હતાં. વળી અવાર નવાર નાણાં ની જરૂરિયાત છે કહી પરિણીતાના પિતા સાથે ઝગડો કરી નાણાં લઈ જતા હતા.સંતાનોના કપડાં લત્તા ,ફી અને અન્ય ખર્ચ માટે પણ પરિણીતાના પિતા સાથે જ માગણી કરવાનું કહેતા અને પરિણીતા ના કહે તો તેને ખૂબ મારઝૂડ કરતા હતા.મહત્વનું છે કે બંને સંતાનોના જન્મ સમયનો હોસ્પિટલનો સંપૂર્ણ ખર્ચો પરિણીતાના પિતા તથા ભાઈએ ઉપાડ્યો હતો.

પરિણીતાના પિતાનું ઘર નજીકમાં જ હોવાથી સાસરિયા તેમને ઘરકામ કરાવ્યાં બાદ જમવા પણ પિયર મોકલી આપતાં હતાં. નોકરાણી જેવું વર્તન કરતાં હતાં. પરંતુ તે સમયે અરજદાર ભવિષ્યમાં બધુ સારૂ થઇ જશે, તેવા આશયથી ત્રાસ સહન કરતાં હતાં. જોકે, 2016માં પુત્રનો જન્મ થયો હતો. બાદમાં તેઓ સુરત મુકામે સ્થાયી થયાં હતાં. પરંતુ એક માસ જેટલો સમય રહ્યા બાદ પતિ ફિરોજશાએ મારઝુડ કરી હતી.પરિણીતા આ અસહ્ય મારઝૂડ અને ત્રાસ સહન ન કરી શકતા તે સ્ટેશને પહોંચી ગઈ હતી.જ્યાં તેના પિતા આણંદ થી તેણીને લેવા પહોંચ્યા હતા અને પિયરમાં તેડી લાવ્યા હતા.

પરિણીતા બે સંતાનો સાથે પિયરમાં હોવા છતાં સાસરિયાઓએ તેમને પિયરમાંથી નાણાં લાવવા દબાણ કરતાં હતાં. આ ઉપરાંત પરિણીતાની બહેનના લગ્ન પણ તેના દિયર સીરાજશા સાથે થયાં હતાં. તેઓએ પણ છુટાછેડા કે તલ્લાક લીધા વગર જ બીજા લગ્ન કરી લીધાં છે. આ અંગે પરિણીતાએ મહિલા પોલીસ મથકે પતિ ફિરોજશા મહંમદશા દિવાન, સીરાજશા મહંમદશા દિવાન (દિયર), હુસેનાબાનુ મહંમદશા દિવાન (સાસુ) અને સમીમબહેન મૈયુદ્દીન દિવાન (નણંદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...