ફરિયાદ:ખંભાતના ગોલાણામાં જમીનમાં ભેલાણ કરતા ચાર સામે ફરિયાદ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર શખસોએ મહિલાને મારવાના ઈરાદે તેનો પીછો કર્યો

મૂળ ગાંધીનગરના અને ઓર્ગેનિંક ફાર્મિંગ સાથે સંકળાયેલા શિલ્પાબેન વિનુભાઈ ગુર્જરે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે ખંભાત તાલુકાના ગોલાણા સ્થિત ભાઠા સીમમાં અમીષાબેન સંઘવી અને નીરમાબેન અરવિંદભાઈ સંઘવીની માલિકીની જમીન લીધી છે. અને તેના પર તેઓ ફાર્મિંગ કરે છે.

જોકે, ગત 20મી ડિસેમ્બર અને 25મી ડિસેમ્બરના રોજ તેમના ખેતરમાં ભેલાણ થયું હોવાનું જાણ્યું હતું. જેને પગલે તેમણે અંગત રાહે તપાસ કરાવી હતી. એ સમયે ગોલાણા ગામે રહેતા કુખ્યાત સંગ્રામ રત્ના ભરવાડ, દોલા બેચર ભરવાડ, અજલા નગા ભરવાડ અને ગબુ લાખા ભરવાડ તેમના ખેતરમાં ગેરકાયદે પશુઓને ઘુસાડી ભેલાણ કરાવતા હતા.

જે અંગે તેમણે તેમને ઠપકો આપતાં ચારેય શખસો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે તેમને અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વધુમાં એ સમયે જીવલેણ હુમલાના ઈરાદે લાકડી સાથે તેમનો પીછો કર્યો હતો. ભયભીત થયેલા શિલ્પાબેન તુરંત જ ત્યાંથી પાછા વળ્યા હતા અને તેમણે જમીનના માલિક સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આખરે ચારેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...