ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે ભાથીજી વાળા ફળીયામાં 60 વર્ષીય જયંતીભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પોતાના પરીવાર સાથે રહે છે. અને ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે. ગત તા. 4-12-2021ના રોજ લીંગડા ગામે સુંદર ટેકરી વિસ્તારમાં લીંગડા ગામના તત્કાલીન સરપંચ લાલાભાઇ બાબુભાઈ પટેલ, વિક્રમભાઈ જગમોહનભાઈ પટેલ, શનીભાઇ વિક્રમભાઈ પટેલ, હેમંતભાઈ પ્રવિણભાઈ પટેલ, મેહુલભાઈ રોહિતભાઈ પટેલ, રોહિતભાઈ ભાઈલાલભાઈ પટેલ તેમજ ઉમરેઠના તત્કાલીન પીએસઆઇએ ભેગા મળી એકસંપ કરી ગુનહિત કાવતરું રચી જયંતીભાઈ પટેલના ઘરે આવ્યા હતા. અને સુવિધા પથના નામે દબાણ બાબતે તેમજ ગટરની કુંડી બાબતે જયંતીભાઈ તેમજ તેમના પરિવારજનોને ઢસળી જાહેરમાં ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.