તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:પેટલાદમાં સેવા સહકારી મંડળીની જમીન વેચી મારતા 5 સામે ફરિયાદ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 શખસ વિરૂદ્ધ છેતરપિંડી અને બોગસ દસ્તાવેજ તૈયાર કરવાનો ગુનો નોંધ્યો

સોજિત્રાના પીપળાવ ખાતે રહેતા સુશાંતકુમાર દિનેશભાઈ પટેલ પેટલાદ તાલુકા ખેતીવિકાસ ઔધોગિક મંડળીમાં માનદ મંત્રી તરીકે ફરજ બજાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મંડળીની પેટલાદ તાલુકાની રેવન્યુ સર્વે નં. 330/7 વાળી જમીન આવેલી છે. જેનું ક્ષેત્રફળ 2305 ચોરસ મીટર છે. આ જમીન મંડળીના નામે નોંધાયેલી છે.

વર્ષ 1987થી 22 જાન્યુઆરીથી મંડળીએ આ જમીનનો કબ્જાે મેળવ્યો હતો. આજ સર્વે નંબરમાં 19 ગુંઠા જમીન મોહનભાઈ ફુલાભાઈ પટેલની આવેલી હતી. જેનો સમાવેશ ફાઈનલ પ્લોટ નં. 44/1 માં થયો હતો. જેમાં ફુલાભાઈ ઝવેરભાઈ પટેલની નોંધ પણ થઈ હતી. વર્ષ 2011માં રજિસ્ટર વેચાણ દસ્તાવેજ કરી ક્રિશ્ના કો. ઓપરેટીવ પેટલાદના નામની ભાગીદારી પેઢીમાં વહીવટ કરતા રાકેશ બિહારીલાલ શાહ અને જયેશ કાંતિભાઈ પટેલને વેચાણ આપી હતી. આ જમીન વેચાઈ ગઈ હોવા છતાં સાત બારમાંથી નામ કમી થયું નહોતું.

દરમિયાન વર્ષ 2016માં મોહનભાઈ ફુલાભાઈ ગુજરી જતાં તેમના વારસદાર વિનોદ મોહન, મુકેશ મોહન, નિલેશ મોહન અને કલ્પનાબેન મોહનભાઈએ આ જમીનમાં ખોટી રીતે ઈ-ધરામાંથી પોતાનું નામ દાખલ કરાવી લીધું હતું. વધુમાં પેટલાદ તાલુકાના ખેતી વિકાસ મંડળીની ફાઈનલ પ્લોટ નં. 44/2 વાળી 2305 ચો.મી. જમીન પોતાની બતાવી ખોટો પાવર ઓફ એટર્ની શાંતિલાલ મગનભાઈ વણકરને કરી આપ્યો હતો. તેમણે 0.19 ગુંઠા જમીન ગણોતધારાની કલમ 43 રીતે મેળવી લઈ પેટલાદના અરડી ગામે રહેતા રીતેશભાઈ મનુભાઈ પટેલને વર્ષ 2018માં વેચી દીધી હતી.

દરમિયાન, સમગ્ર હકીકત એ સમયે વાંધા અરજીમાં ખુલતાં કલેક્ટર દ્વારા આ મુદ્દે પાંચેય વિરૂદ્ધ ફરિયાદ નોંધવાનો હુક્મ કર્યો હતો. જે તે સમયે બંને પક્ષ વચ્ચે સમાધાનની વાત ચાલતી હતી, પરંતુ સમાધાન ન થતાં પેટલાદ શહેર પોલીસે પાંચ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...