પરીક્ષા:SP યુનિવર્સિટીમાં ત્રીજા-પાંચમા સેમિસ્ટરની પરીક્ષાનો પ્રારંભ : 3 કોપી કેસ નોંધાયા

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ - Divya Bhaskar
આણંદ

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં આજથી ત્રીજા અને પાંચમા સેમિસ્ટર એન્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો. જોકે, પ્રથમ દિવસે જ ત્રણ કોપી કેસ નોંધાયા હતા. પરીક્ષા યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત ત્રણ સેશનમાં લેવાઈ હતી. સરદાર પટેલ યુનિવર્સિટીના ત્રીજા અને પાંચમા સેમેસ્ટર એન્ડની પરીક્ષાઓનો પ્રારંભ 23મી નવેમ્બર, મંગળવારથી થયો હતો. યુનિવર્સિટી સંલગ્ન પરીક્ષાઓ જે તે કોલેજમાં લેવાઈ હતી. જ્યારે અનુસ્નાતકની પરીક્ષાઓ જ્ઞાનોદય પરીક્ષા ભવન ખાતે લેવાઈ હતી. આ પરીક્ષાઓ સવારે 9 થી 11, બપોરે 12 થી 2 અને સાંજે 3 થી 5ના સમય દરમિયાન યોજાઈ હતી.

નડિયાદ
નડિયાદ

જેમાં સ્નાતક કક્ષાના બી.એ., બી.કોમ., બી.એસ.સી., બી.સી.એ., બી.બી.એ., એલ.એલ.બી., બી.એસ.સી., હોમ સાયન્સની પરીક્ષાઓ યોજાઈ હતી. જ્યારે અનુસ્તાનક કક્ષાની એમએસસી, એમએસડબલ્યુ, એમએસડબલ્યુ (એચઆર), એમએસસી, હોમ સાયન્સની પરીક્ષાઓ યોજાઈ હતી. આણંદ અને ખેડા જિલ્લાના અંદાજિત 52 કેન્દ્રો પરથી 30 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નોંધનીય છે કે, પ્રથમ દિવસે ત્રણ કોપી કેસ નોંધાયા હતા. જેમાં બે કોમર્સના, બીજેવીએમ અને વી. ઝેડ કોમર્સ કોલેજમાં કોપી કેસ થયો હતો જ્યારે એક જે એન્ડ જે સાયન્સ કોલેજમાં કોપી કેસ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...