તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ધો 6 થી 8ના વર્ગોનો પ્રારંભ : આવવું કે ન આવવું છાત્રોની મરજી

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આણંદ જિલ્લાની 931 શાળાના વિદ્યાર્થીઓને સંમત્તિપત્રક સાથે સ્કુલમાં આવવાના આદેશ જારી

કોરોના સંક્રમણને લઈને ગત માર્ચ માસથી બંધ થયેલી શાળાઓ હવે સરકારની ગાઈડ લાઈનના પાલન સાથે શરૂ થઈ રહી છે. જેને પગલે હવે ગુરૂવાર, 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8ની આણંદ જિલ્લાની 931 શાળાઓ પણ હવે આવતીકાલથી ધમધમી ઉઠશે. જોકે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ વિદ્યાર્થી અને તેમના વાલીઓને સંમત્તિપત્રક સાથે જ સ્કુલમાં આવવા માટે જણાવવામાં આવ્યું છે.

આણંદ જિલ્લામાં ધોરણ 6થી 8ની સરકારી 544 શાળાઓ, ગ્રાન્ટ ઈન એઈડ 84 અને ખાનગી 203 શાળાઓ આવેલી છે. હાલમાં તમામ શાળાઓમાં મળી કુલ એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ 2020માં કોરોના સંક્રમણને લઈને માર્ચમાં જ લોકડાઉન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ છેલ્લાં 11 મહિનાથી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ ચલાવવામાં આવતું હતું. પરંતુ શાળાઓ બંધ હતી. ત્યારબાદ ધીમે-ધીમે સંક્રમણ ઓછું થતાં પ્રથમ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ અને ત્યારબાદ ધોરણ 9 અને ધોરણ 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. એ પછી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

કોરોના સંક્રમણ પુન: વધે નહીં તે હેતુસર તમામ વાલીઓએ ફરજીયાતપણે તેમના બાળકોને માસ્ક સાથે જ સ્કુલમાં મોકલવા, તેમજ સોશ્યલ ડિસ્ટન્સ સહિત સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે.

સરકારી પ્રાથમિક શાળાઓના તમામ શિક્ષકોએ ફરજિયાત હાજર રહેવું પડશે
પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના તમામ શિક્ષકોને ફરજીયાતપણે શાળામાં હાજર રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ઓડ ઈવન પદ્ધતિમાં જ શિક્ષકો શાળામાં હાજર રહેતા હતા. પરંતુ હવે આ વર્ષનું શૈક્ષણિક સત્ર તેના સમય પર પૂર્ણ થાય તેમજ નવું સત્ર જૂન માસથી રાબેતા મુજબ શરૂ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓ લગભગ એપ્રિલ માસના અંત સુધીમાં પૂર્ણ કરવાનું પણ આયોજન કરી દેવાયું છે.

બાળક ઘરેથી પાણી-નાસ્તો લાવી શકશે પણ બીજાને આપી નહીં શકે
પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 સુધીના વિદ્યાર્થીઓ સ્વૈચ્છિકપણે શાળામાં આવવાનું રહેશે. જોકે, શાળાએ આવનારા વિદ્યાર્થીએ સંમત્તિપત્રક આપવું પડશે. આ ઉપરાંત, જે વિદ્યાર્થી શાળાએ આવે છે તેણે ફરજીયાતપણે ઘરેથી પીવાનું પાણી, નાસ્તો લાવવાનો રહેશે. વધુમાં તે પાણી અને નાસ્તો ક્લાસના અન્ય વિદ્યાર્થીને આપી શકશે નહીં.

સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા તમામ સ્કુલને જણાવ્યું છે
રાજ્ય સરકાર દ્વારા હવે પ્રાથમિક શાળાઓ ખુલી મૂકવાના આદેશ આપવામાં આવ્યા છે. જોકે, તમામ બાળકો સ્વસ્થ રહે તે જવાબદારી સ્કુલની છે. સાથો-સાથ બાળકો અને તેમના વાલીઓએ પણ તકેદારી રાખવી જરૂરી છે. તેથી જ તમામ શિક્ષક, સ્ટાફ અને વાલીઓને ગાઈડલાઈનનું પાલન કરવા અને સંમત્તિપત્રક સાથે જ સ્કુલમાં આવવા જણાવ્યું છે. > નિવેદિતા ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, આણંદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો