સુવિધામાં વધારો:ખંભાતના વડગામ ખાતે હિન્દુસ્તાન એન્વિરો લાઇફ પ્રોટેકશન સર્વિસ લીમીટેડના સિક્યુરેડ લેન્ડફિલ સાઈટનો પ્રારંભ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઔદ્યોગિક કચરાંનો પુનઃ ઉપયોગ અથવા તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે
  • પર્યાવરણ શુદ્ધ નહી હોય તો આપણી ભાવી પેઢીને બહું મોટું નુકસાન થશે: વન અને પર્યાવરણ મંત્રી

ખંભાત તાલુકાના વડગામ ખાતે રાજયના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં હિન્દુસ્તાન એન્વિરો લાઈફ પ્રોટેકશન સર્વિસ લીમીટેડના સીકયુરેડ લેન્ડફિલ સાઈટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ઔદ્યોગિક કચરાંનો પુનઃ ઉપયોગ અથવા તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, વડગામ ખાતે પર્યાવરણને શુદ્ધ કરવાના નવા આયામનો પ્રારંભ થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતાં તે સમયગાળા દરમિયાન રાજ્યના ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણની જાળવણી થાય તે માટેના પ્રયાસો કર્યાં હતાં. જેમને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આગળ ધપાવીને ઔદ્યોગિક વેગ સાથે પર્યાવરણની જાળવણી સાથે સમતોલ – સમાન વિકાસનું કાર્ય કર્યું છે. હાલ વિશ્વ સમક્ષ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વિકટ બની છે, જો પર્યાવરણ જ શુદ્ધ નહીં હોય તો આપણી ભાવી પેઢીને બહુ મોટુ નુકશાન થશે. પર્યાવરણની જાળવણી એ વ્યક્તિની નૈતિક જવાબદારી છે.

આ પ્રસંગે મંત્રી કિરીટસિંહે ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટને વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલ કરવા માટે સ્થપાયેલા આ પ્લાન્ટના પ્રારંભ બદલ અભિનંદન પાઠવી સમાજના સંતુલીત વિકાસ માટે પર્યાવરણની જાળવણી અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેમણે આ તકે સરકારની સાથે ઔદ્યોગિક ગૃહોને પણ પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃત બની કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય મયૂર રાવલે ઔદ્યોગિક ગૃહો સ્થાપવા માટે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભૂ કરવા માટે રસ્તા–પાણી અને વીજળી એ અગત્યના પરિબળો છે, તેમ જણાવી ખંભાતના આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા રસ્તાના કામો માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાનું કહ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ એ. વી. શાહે તેમજ કંપનીના સર્વ ડો. પારસ શાહ, અનિષ પટેલ, એહમદ લાકડીયા તેમજ પ્રાંજલ જૈને પ્રસંગિક ઉદ્દબોધન કર્યા હતા. વડગામ ખાતે યોજાયેલા હિન્દુસ્તાન એન્વિરો લાઈફ પ્રોટેકશન સર્વિસ લીમીટેડના સીકયુરેડ લેન્ડફિલ સાઈટના ઉદ્ધઘાટન કાર્યક્રમમાં ખંભાતના પ્રાંત અધિકારી નિરૂપા ગઢવી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સર્વ રેખાબેન, ફતેસિંહ ચૌહાણ, ખંભાત તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષદસિંહ, અગ્રણીઓ સર્વ દિપેનભાઈ, મનિષ અગ્રવાલ, પ્રકાશભાઈ, રાજુભાઈ સહિતના આગેવાનો, કંપનીના પદાધિકારીઓ તેમજ આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...