તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:S. P. યુનિ.માં RTPCR લેબનો પ્રારંભ , 79 સેમ્પલ એકત્ર કરાયા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સેમ્પલનો રીપોર્ટ સૌ પ્રથમ MCIR ને મોકલવામાં આવશે

આણંદ જિલ્લામાં RTPCR ટેસ્ટની એક પણ લેબ ન હોવાથી સેમ્પલ એકત્ર કરીને અમદાવાદ લેબમાં મોકલવામાં આવતા ત્રણ દિવસે રીપોર્ટ આવતો હતો.તેના કારણે દર્દી ગંભીર હાલતમાં મુકfતો હતો. તેને ધ્યાને લઇને આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ RTPCR ટેસ્ટની લેબ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. જેથી સરદાર પટેલ યુનિ.એ 15 દિવસમાં રૂા 25 લાખના ખર્ચે યુનિ.ના સ્પોર્ટસ સંકુલ ખાતે માત્ર સેમ્પલનું પરીક્ષણ થશે.જયારે ટી. વી. પટેલ હાઈ.ની સામે યુનિ.ના ગેસ્ટ હાઉસના પાછળના ભાગે સેમ્પલ કલેક્ટ કરાશે.

રાજ્ય સરકાર દ્વારા 50 સેમ્પલ આપવામાં આવ્યા છે અને 29 સેમ્પલ યુનિ. દ્વારા કલેક્ટ કરાયા છે. આમ આજે પ્રથમ દિવસે કુલ 79 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે. જેનું પરીક્ષણ કરી સાંજ સુધીમાં રીપોર્ટ આપી દેવામાં આવશે. આ લેબમાં પરીક્ષણ કરાયેલા સેમ્પલનો રીપોર્ટ સૌ પ્રથમ MCIR ને મોકલવામાં આવશે. તેમજ પરીક્ષણ કરાયેલા સેમ્પલને 45 દિવસ સુધી લેબના ફ્રીઝરમાં સાચવી રખાશે.

અન્ય સમાચારો પણ છે...