તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૈક્ષણિક સત્રની શરૂઆત:આણંદ-વિદ્યાનગરની શાળાઓમાં ઓનલાઈન શૈક્ષણિક સત્રનો પ્રારંભ

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે માત્ર ઓનલાઈન ગ્રૂપ જ બન્યા અને સૌને આવકાર અપાયો

રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણના ભય વચ્ચે સાતમી જૂનથી શૈક્ષણિક સત્રની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે શૈક્ષણિક નગરી એવા આણંદ-વિદ્યાનગરમાં સોમવારથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ હતી. જોકે, છેલ્લાં બે વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, વિદ્યાનગર કોલાહલ નથી.

સોમવારે પ્રથમ દિવસે આણંદ જિલ્લાની દરેક શાળાઓ સવારે રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હોવાનું જણાવતા આણંદ જિલ્લા શિક્ષણાધિકારી જી.ડી. પટેલે જણાવ્યું હતું કે, સોમવારે પ્રથમ દિવસ હોય મોટાભાગની શાળાઓમાં ઓનલાઈન ગ્રૂપ જ બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં દરેક વર્ગ પાસેથી આગામી બે-ત્રણ દિવસ બાદ કેટલી હાજરી છે અને કેટલાં લોકો ઓનલાઈન ટેસ્ટ એટેન્ડ કરી રહ્યા છે તેની જાણકારી મેળવવાના પ્રયાસ કરાશે.

હાલમાં તો મોટાભાગના શિક્ષકો તેમની શાળાઓ પર હાજર રહ્યા હતા અને તેમણે સૌને આવકાર આપી વિષયોની જાણકારી આપી હતી. જોકે, આગામી કોઈ ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી ચરોતરની શાળાઓના વર્ગો ઓનલાઈન જ ચલાવવામાં આવશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...