તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Commencement Of Offline Academic Session In Primary Schools Of Anand District With 70% Attendance On The First Day Itself

ઓનલાઈન શિક્ષણ ઓફ થયું:આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ્રથમ દિવસે જ 70% હાજરી સાથે ઓફલાઇન શૈક્ષણિક સત્રનો પ્રારંભ

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેતપુર પ્રાથમિક શાળામાં  પ્રથમ દિવસે  બાળકો શાળાએ આવતા જ તેઓને સેનેટાઇઝ કરીનેશાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. - Divya Bhaskar
મેતપુર પ્રાથમિક શાળામાં પ્રથમ દિવસે બાળકો શાળાએ આવતા જ તેઓને સેનેટાઇઝ કરીનેશાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
  • ધો. 6 થી 8 માં 1.04 લાખ વિદ્યાર્થી, 50 ટકા લેખે 52 હજારની મંજૂરી સામે 35 હજારથી વધુ વિદ્યાર્થી પ્રથમ દિવસે શાળાએ પહોંચ્યા
  • શાળાઓ શરૂ થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓને હાશકારો

આણંદ જિલ્લામાં દોઢ વર્ષ બાદ 543 સરકારી અને 80 ખાનગી પ્રાથમિક શાળાઓમાં કોવિડ ગાઇડલાઇન સાથે 50 ટકા વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં કુલ 1.04 લાખમાંથી 52 હજાર વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ આપવાનો ટાર્ગેટ હતો. તેની સામે 35392 વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઓફલાઇન શિક્ષણ માટે શાળામાં પહોંચ્યા હતા. આમ લગભગ 70 ટકા હાજરી નોંધાઇ હતી.

શાળાઓ દ્વારા કોરોના ગાઇડલાઇનનું પાલન કરાયું હતું. પ્રાથમિક શાળાઓમાં સંચાલકો - આચાર્યો અને શિક્ષકો દ્વારા પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને સેનેટાઇ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. માસ્ક વગર આવેલા બાળકોને માસ્ક આપવામાં આવ્યા હતા. તેમજ દરેક બાળકોનું ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શિક્ષકોએ પણ વર્ગખંડમાં બાળકો વચ્ચે અંતર જળવાઇ રહે તેની પુરતી તકેદારી રાખી હતી.

ઓનલાઇન શિક્ષણમાં સમજણ પડતી ન હતી
દોઢ વર્ષથી બાળકો ઘેર બેસીને ઓનલાઇન અભ્યાસ કરતાં હતા પરંતુ ઘરમાં બીજે ધ્યાન રહેતું હોવાથી તેમને ભણવામાં મજા આવતી નહતી. ઓફ લાઇન શિક્ષણ થકી વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ કાર્યથી અભ્યાસ સારી રીતે કરી શકે છે. - મહેશભાઇ પરમાર, વાલી મલાતજ

તાલુકા પ્રમાણે શાળામાં હાજર રહેલા છાત્રો

તાલુકોકુલ છાત્રોહાજર
આણંદ3165410587
આંકલાવ77833105
બોરસદ200996382
ખંભાત132534998
પેટલાદ135494209
સોજીત્રા45481529
તારાપુર41451176
ઉમરેઠ94463406
કુલ10447735392

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...