તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્લાઝમા ડોનેટ:કોરોના સારવારમાં ઉપયોગી એવા કન્વેલેસેન્ટ પ્લાઝમા સેન્ટરનો ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી આણંદમાં શાખામાં પ્રારંભ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડૉક્ટર્સ અને હોસ્પિટલોની માંગ વધતા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીએ શરૂ કર્યું અભિયાન
  • પ્લાઝમા ડોનર ગૃપ અને અન્ય પ્રકલ્પો થકી પ્લાઝમા એકત્ર કરવામાં આવશે

કોરોના સંક્રમણના ગંભીર કેસો માં પ્લાઝમા થેરાપી કારગત સાબિત થઈ રહી છે.રાજ્યમાં અનેક સ્થળે આ અંગેની સારવાર બાદ હકારાત્મક પરિણામો આવ્યા બાદ બ્લડ બેન્ક અને અન્ય મોટી હોસ્પિટલ દ્વારા પ્લાઝ ડોનેટ કેમ્પ થઈ રહ્યા છે. આણંદમાં આ અંગે શ્રી કૃષ્ણ હોસ્પિટલ ,કરમસદ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને આ અંગેનું લાયસન્સ પ્રાપ્ત છે. ડોકટર્સ અને હોસ્પિટલ દ્વારા પ્લાઝમા થેરાપી સારવારનું મહત્વ વધ્યું હોઈ અને તેઓ દ્વારા પ્લાઝમાની માંગ વધતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આ અભિયાન શરૂ કરાયું છે.

આણંદ સ્થિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કન્વેલેસેન્ટ પ્લાઝમા સેન્ટર (કોરોનામાંથી સંપૂર્ણ તાજો થયેલા વ્યક્તિ) શરૂ કરવામાં આવ્યું છે. હાલ કોરોના મહામારી વચ્ચે રક્તદાનની પ્રવૃત્તિને જે રીતે વેગવંતી બનાવી છે, તે જ રીતે હાલના કપરા સંજોગોમાં કન્વેલેસેન્ટ પ્લાઝમાં ડોનેશનની પ્રવૃત્તિને વેગવંત બનાવવા અપીલ કરવામાં આવી છે. પ્લાઝમા ડોનેટ અને તે અંગેની જાગૃતિ માટે સંસ્થા વિવિધ પ્રકારના પોગ્રામ અને પ્લાઝમા ડોનેટ ગૃપ પણ આગામી દિવસોમાં બનાવવામાં આવનાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આણંદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના શક્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોવિડ-19માંથી સાજા થયેલા 18થી 65 વર્ષની વ્યક્તિ કોવિડ નેગેટીવ થયા પછી 28 દિવસ પૂર્ણ કર્યા હોય તેવી વ્યક્તિ 6 માસના ગાળા સુધી 50 કિલો કે તેથી વધુ વજન ધરાવનારા પુરૂષ કે સ્ત્રી પ્લાઝમાનું દાન કરી શકે છે. આ ઉપરાંત કોવિડ વેક્સિન લીધેલી વ્યક્તિ 14 દિવસ પૂર્ણ કર્યા બાદ ડાયાબીટીશ કે બ્લડપ્રેસર કંટ્રોલમાં રહેતું હોય અને તે માટે ઓરલ મેડીશીન લેતા હોય તેવી વ્યક્તિ પણ આપી શકે છે. મહત્વનું છે કે છેલ્લા બે દિવસમાં 10 થી વધુ યુનિટ પ્લાઝમા રક્તદાન નોંધાયું છે.જેમાંથી આણંદ અને વડોદરાના કેટલાક ડોકટર્સને જરૂરી યુનિટ પ્લાઝમા આપવામાં આવ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, કન્વેલેસેન્ટ પ્લાઝમાંની જરૂરિયાતવાળા દર્દી માટેનો ચાર્જ ફક્ત રૂ.1500 રાખવામાં આવ્યો છે.જે પ્લાઝમા એકત્ર થયા બાદ તેના ટેસ્ટિંગ અને અન્ય પ્રક્રિયા બાબતે નો ખર્ચ માત્ર છે.પ્લાઝમા લેવા અવનાર માટે જે તે જે તે ગ્રુપના ડોનર ફરજીયાત જરૂરી છે. જે ડોનર કોવિડ નેગેટીવ થયા પછી 28 દિવસ પૂર્ણ થયા હોવા જોઈએ. કન્વેલેસેન્ટ પ્લાઝમા ડોનેશન માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...