તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરૂઆત:આણંદ કૃષિ યુનિવર્સિટી માં 12 દિવસીય સર્ટિફિકેટ કોર્સનો પ્રારંભ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતી અને અન્ય ક્ષેત્રોની માહિતી મળશે

આણંદ કૃષિ યુનિ. ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના અધ્યક્ષ સ્થાને 12 દિવસીય સર્ટિફિકેટ કોર્સ ઓન ઇન્સેક્ટિસાઈડસ મેનેજમેન્ટ ફોર ઇન્સેક્ટિસાઈડ ડીલર્સ તેમજ ડિસ્ટ્રીબ્યૂટર્સના સર્ટિફીકેટ કોર્સનો તા. 17મીના રોજ પ્રારંભ કરાયો હતો.

આણંદ કૃષિ યુનિ.ના કુલપતિ ડૉ. કથીરીયાએ ઈનપુટ ડીલરો તેમજ ખેડૂતોના લાભાર્થે ખૂબ જ ટૂંકા ગાળામાં ઓનલાઈન કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેથી ખેતીની અત્યાધુનિક માહિતીથી માહિતગાર થઇ શકે અને તેમની ખેતી અને અન્ય ક્ષેત્રોની સચોટ માહિતી આપી શકે તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ડૉ. ધવલ આર. કથીરીયા, નિયામક, આઈટી, તેમજ પ્રવીણભાઈ પટેલ, પ્રમુખ એગ્રો ઈનપુટ એસો., ગુજરાત અને જનરલ સેક્રે. ઓલ ઇન્ડિયાડીલર એસો., દિલ્હી, ધર્મેશભાઈ પટેલ, સેક્રેટરી, ગુજરાત એગ્રો ઈનપુટ એસો. તેમજ મધ્યગુજરાતના 9 જિલ્લાઓમાંથી 550 કરતાં પણ વધુ ઈનપુટ ડીલરો અને ડિસ્ટ્રીબ્યૂટર્સ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...