તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદ ગ્રહણ:આણંદમાં કલેકટર એમ.વાય. દક્ષીણી અને જીલ્લા વિકાસ અધિકારી બી.જી. પ્રજાપતિએ પદભાર સંભાળ્યો

આણંદ3 મહિનો પહેલા
  • જિલ્લાને વધુ પ્રગતિશીલ કરવાની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી

આણંદના કલેકટર આર.જી.ગોહિલ અને જીલ્લા વિકાસ અધિકારી આશીષકુમારની બદલી થતા આજે નવા કલેકટર તરીકે એમ.વાય.દક્ષીણી અને જીલ્લા વિકાસ અધિકારી તરીકે બી.જી.પ્રજાપતિએ આજે પોતાના પદભાર સંભાળી લીધા હતા. બંને અધિકારીઓનું સ્થાનિક અધિકારીઓ અને નગરના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

એમ.વાય. દક્ષીણી ,કલેકટર
એમ.વાય. દક્ષીણી ,કલેકટર

પુષ્પગુછ આપી જીલ્લા કલેકટરનું સ્વાગત કર્યું

આણંદના નવા કલેકટર તરીકે મહેસાણાના જીલ્લા વિકાસ અધિકારી તરીકેની બદલી થઈને આવેલા એમ.વાય.દક્ષીણીએ આજે આણંદ કલેકટર તરીકેનો ચાર્જ સંભાળતા નિવાસી અધિક કલેકટર પી.સી. ઠાકુર, પ્રાંત અધિકારી જે.સી.દલાલ, મામલતદાર આર.બી.પરમાર, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર લલિત પટેલ સહિત અધિકારીઓ દ્વારા પુષ્પગુછ આપી જીલ્લામાં કલેકટર તરીકે તેઓનું સ્વાગત કર્યું હતું.

તામીલનાડુ મુળના દક્ષીણી વર્ષોથી ગુજરાતમાં સ્થાયી

આ પ્રસંગે જીલ્લાવાસીઓને સંદેશ આપતા નવા કલેકટર દક્ષીણીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં આણંદ જીલ્લો એ વિકસતો અને મહત્વ ધરાવતો જીલ્લો છે. ત્યારે આ જીલ્લામાં વધુને વધુ વિકાસ થાય અને પ્રજાની સુખાકારી વધે તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે. તામીલનાડુ મુળના એમ.વાય.દક્ષીણી વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા છે. તેમજ તેઓ મિલનસાર અને પરગજુ સ્વભાવ ધરાવે છે અને મિતભાસી હોવાની છાપ ધરાવે છે. આજે આણંદના પૂર્વ કલેકટર આર.જી.ગોહિલે પણ ઉપસ્થિત રહી નવા કલેકટર એમ.વાય.દક્ષીણીનું સ્વાગત કર્યું હતું. અને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

જીલ્લા વિકાસ અધિકારી તરીકે આજે પદભાર સંભાળ્યો

જીલ્લા વિકાસ અધિકારી આશીષકુમારની બદલી થતા તેઓના સ્થાને નવા જીલ્લા વિકાસ અધિકારી તરીકે રાજકોટમાં નાયબ કમિશનર પદેથી બદલી થઈ આવેલા બી.જી.પ્રજાપતિએ આણંદના જીલ્લા વિકાસ અધિકારી તરીકે આજે પોતાનો પદભાર સંભાળી લીધો હતો. તેઓનું નાયબ જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા પંચાયત પ્રમુખ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે તેઓએ વિવિધ વિભાગોની મુલાકાતો લીધી હતી અને અધિકારીઓ સાથે પણ ચર્ચાઓ કરી હતી.

બી.જી.પ્રજાપતિ, જીલ્લા વિકાસ અધિકારી
બી.જી.પ્રજાપતિ, જીલ્લા વિકાસ અધિકારી

જીલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે કામ કરશે

આ પ્રસંગે બી.જી. પ્રજાપતિને કહ્યું હતું કે આણંદ જીલ્લો વિકસિત જીલ્લો છે. જીલ્લાનો અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ થાય તેમજ શૈક્ષણિક આરોગ્યલક્ષી અને પ્રજાને સારી સુવિધાઓ મળે અને વધુમાં વધુ વિકાસ કેવી રીતે થાય તે દિશામાં તેઓ કામ કરશે. તેમજ પ્રજા સાથે મળીને પ્રજાના પ્રશ્નોને સાંભળીને તેઓ પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરશે. અને જીલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે કામ કરશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...