ભાસ્કર વિશેષ:ગામના વિકાસમાં સહિયારા પ્રયાસો પર ભાર મુકતા કલેકટર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદ તાલુકાના દંતાલી ગામે રાત્રિ સભામાં ગામના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરાઇ

ગામડા સ્વચ્છ અને નિર્મળ બને તેમજ પ્લાસ્ટીક મુકત બંને સાથે સાથે બાળકો કૃપોષણ ઘટે તે માટે આણંદ જિલ્લાના દરેક ગામોમાં રાત્રિ ગ્રામસભાનું આયોજન કરીને જનજાગૃતિ ફેલાવવાનું કામ હાથધરવામાં આવ્યું છે. સાથે સાથે ગામના પ્રશ્ન હલ કરવા માટે તમામ વહીવટી અધિકારીઓની ઉપસ્થિતીમાં ચર્ચા વિચારણા કરવામાં આવે છે.જેના ભાગરૂપે પેટલાદ તાલુકાનાદંતાલી ગામે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને રાત્રિ ગ્રામસભા યોજવામાં આવી હતી.

આ સભામાં જિલ્લા કલેકટરે છેવાડાના માવી સુધી રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે અને તેનો દરેક જરૂરિયાતમંદ નાગરિકોને ભાલ મળે તેમાટે નવતર પ્રયોગ રાત્રિસભાનો અપનાવ્યો છે.

કલેકટર મનોજ દક્ષિણીએ ગ્રામજનોને રાજય સરકાર દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગ્રામજનોને ઘરે બેઠાં સુવિધાઓ મળે તે માટે ઇ-ગ્રામ યોજના શરૂ કરી છે તેનાથી માહિતગાર થઇ ગામમાં મળતાં લાભોની જાણકારી મેળવી તેનો લાભ લેવા સુચવ્‍યું હતું. તેમણે વધુમાં ખેડૂતો અને પશુપાલકોને ખેતીવાડી વિભાગ દ્વારા તેઓના હિતમાં અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે ત્‍યારે તેની જાણકારી મેળવી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને વિવિધ યોજનાઓના લાભો મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ વિશે સતત જાણકારી મેળવતાં રહી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા અંગેની સમજ આપી હતી.

કલેકટરએ ગામમાં કોરોનાની રસીનું સો ટકા રસીકરણ થઇ જાય તે માટે ગ્રામજનોને બંને ડોઝ લઈ સુરક્ષિત થવાનો અનુરોધ કરી ગામમાં કોઈપણ બાળક કુપોષિત ન રહે તે માટે જાગૃતિ કેળવવાની સાથે ગામમાં જો કોઇ બાળક કુપોષિત જણાઇ આવે તો તરત તેવા બાળકને ગ્રામજનોએ દત્તક લઇને તે બાળક કૂપોષણમાંથી બહાર આવે તેવું કાર્ય કરવા અપીલ કરી હતી. દંતાલી ખાતે યોજાયેલ રાત્રિ સભા દરમિયાન વણકરવાસમાં વિકાસના કામો સંબંધી, પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ,7/12,8/અમાં નામમાં સુધારો કરવાના, ખેતરમાં જવાનો રસ્‍તાના, ગામમાં પાણી ભરાવાના કારણે ગંદકી થાય છે તેનો નિકાલ કરવા, ઘર વપરાશના વીજ કનેક્શન મળતું ન હોવાના, સ્મશાનની જમીન નીમ થયેલ ન હોવાના જેવા પ્રશ્નો ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે દંતાલી ગામના સરપંચ જીતેન્દ્રભાઇ પટેલે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...