હવામાન:તીવ્ર ગતિએ પવન ફુંકાતા ચરોતર પંથકમાં શીત લહેર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમવાર લઘુત્તમ તાપમાન12.05 ડીગ્રી

આણંદ શહેર અને જીલ્લામાં આજે રવિવારે લઘુતમ અને મહતમ તાપમાનમાં ઘટાડો નોંધાતા અને પવનની ગતિ તેજ હોય એકદમ શીત લહેર ફરી વળી છે. જેના કારણે આજે ફરજીયાત લોકોએ તાપમાં બેસવાનું મુનાસીબ માન્યું હતું. ઘરની પથ્થરની લાદીઓ પણ આજે એકદમ ઠંડી થઈ ગઈ હોય ગૃહિણીઓએ ચંપલ પહેરીને ઘરમાં ફરવું પડ્યું હતું. શુક્રવારથી રાજ્યની સાથે આણંદ શહેર અને જીલ્લામાં ટાઢોડું ફરી વળ્યું છે. ગઈકાલે સાત કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો અને લઘુતમ તાપમાન 12.05 ડીગ્રી નોંધાયું હતું. તેમાં આજે એક ડીગ્રીનો ઘટાડો થયો હતો. એ જ રીતે મહતમ તાપમાન ગઈકાલે 25 ડીગ્રી હતું. જે 24 ડીગ્રી થઈ જતા આખો દિવસ આજે ઠંડો રહ્યો હતો. જેને પગલે લોકો ઠૂંઠવાયા હતા. આણંદ કૃષિ યુનિર્સિટીના હવામાન વિભાગના અહેવાલ અનુસાર આણંદ શહેરનું મહતમ તાપમાન આજે 24 ડીગ્રી અને લઘુતમ તાપમાન 12.05 ડીગ્રી સેલ્સયશ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા તથા પવનની ગતિ પ્રતિ કલાક 7.6 કિ.મી.ની અને તેની દિશા ઉત્તર પુર્વ તરફની રહી હતી. આજે સુર્ય સાત કલાક સુધી પ્રકાશતો રહ્યો હતો. એ જ રીતે બીજી તરફ આજે પવનની ગતિ સાડા સાત કિલોમીટરની રહી હતી. લઘુતમ અને મહતમ તાપમાન ઘટી ગયું હોઈ ગઈકાલે મધ્યરાત્રિથી જ ઠંડી અનુભવાતી હતી. વહેલી સવારે તો સુસવાટા મારતા પવનો હાડ થીજવી દે તેવા હતા. જેને લીધે લોકોએ તાપણાનો સહારો લેવા પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...