તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ચરોતરમાં ઠંડીના વળતાં પાણી : 55 દિવસ બાદ ગરમીનો પારો 32 ડિગ્રીએ

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ત્રણ દિવસ સુધી મહાેલ યથાવત ત્યારબાદ ઠંડીમાં નજીવો વધારો થવાની શક્યતા

ચરોતરમાં છેલ્લા 4 દિવસમાં ઠંડીમાં 4.5 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને કાતીલ ઠંડીથી રાહત મળી છે. તેમજ અગામી 2 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીમાં હજુપણ ઘટાડો થશે.31 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી રહેતા લોકો હાડથિજાવતી ઠંડીથી થરથર ધ્રુજી ઉઠ્યા હતા. બાદમાં ઠંડીમાં ઘટાડો થઇ રહ્યો છે.

આમ આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં 54 દિવસ પુનઃ મહત્તમ તાપમાનનો પારો 32 ડિગ્રીએ પહોંચી જવા પામ્યો છે.આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના અધિકારી મનોજ લુંણાગરીયા જણાવ્યા અનુસાર આણંદ-ખેડા સહિત પંથકમાં છેલ્લા 4 દિવસમાં લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી વધીને 13 ડિગ્રીએ આવી જતા લોકોને કડકડતી ઠંડીથી રાહત મળી છે. હજુ પણ 2 દિવસ એટલે કે ગુરૂવારે અને શુક્રવારે પંથકમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીમાં હજુ પણ ઘટાડો થશે. દરમિયાન બુધવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી તેમજ મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહ્યું હતું.

જ્યારે ભેજનું પ્રમાણ સવારે 88 ટકા અને બપોર બાદ 60 ટકા રહ્યું હતું અને પવનની ઝડપ 1.7 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.આમ ચરોતર સહિત સમગ્ર મધ્યગુજરાતમાં 55 દિવસ બાદ તાપમાન 32 ડિગ્રીએ પહોંચ્યું હતું. ગત તા.10મી ડિસેમ્બરે 2020ના રોજ આણંદ-ખેડા જિલ્લાનું લઘુત્તમ તાપમાનનો પારો 17.5 ડિગ્રી નોધાયું હતું.

જ્યારે મહત્તમ તાપમાનનો પારો 32 ડિગ્રી હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85 ટકા રહ્યું હતું. તો બીજી તરફ રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગામી 7મી ફેબ્રુઆરી સુધી મહત્તમ તાપમાનનો પારો 30 થી 34 ડિગ્રીની આસ પાસ રહેશે. ત્યારબાદ ઠંડીના પારામાં નજીવો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો