હવામાન:ચરોતરમાં બે દિવસથી શીતલહેર : તાપમાન 9 ડિગ્રી

આણંદ, નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી થોડી રાહત મળશે

ચરોતરના બન્ને મુખ્ય શહેરો સહિત સમગ્ર પંથકમાં છેલ્લા ચાર દિવસથી શીતલહેર ફરી વળી છે.તેના કારણે રાત્રિના 8 વાગ્યા બાદ માર્ગો પર ચહલપહલ ઘટી જાયછે તો વળી ગ્રામ્ય વિસ્તારોમાં જયાં જોવો ત્યાં લોકો તાપણા કરીને ગરમાવો મેળવવા માટે ટોળે વળી બેઠેલા જોવા મળી રહ્યો છે. કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 14 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન 9 થી10 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. હાલમાં ફુંકાઇ રહેલા ઉત્તરી પવનોને કારણે ઠંડીનું જોર વધ્યું છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના ડો. મનોજ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમ વર્ષાના પગલે ઠંડા પવનોનું જોર વધતાંની સાથે પવનની ગતિ વધુ રહેતા દિવસ દરમિયાન ઠંડીનો પારો નીચો રહે છે. આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન વાતાવરણમાં સામાન્ય ફેરફાર થવાની શક્યતા છે.

સામાન્ય તાપમાન કરતાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી ઓછું નોંધાતા કાંતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્રણ દિવસ સુધી પવનની ગતિ પ્રતિકલાક 7 થી 8 કિમી આસપાસ રહેવાની સંભાવના છે.મંગળવારે મહત્તમ તાપમાન 23 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 9.05 ડિગ્રી, અને પવનની ગતિ 4.09 કી.મી. નોંધાઇ હતી. આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાન 9 ડિગ્રી કે તેની આસપાસ રહેવાની સંભાવના છે.

શિયાળુ પાકમાં હાલ પિયત ઓછું આપવું
છેલ્લા 5 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે ત્યારે શાકભાજી અને બટાકાના પાકમાં પિયત ઓછું આપવા તેમજ જરૂરી નીંદામણ દૂર કરવા જણાવ્યું છે. ઠંડીના પગલે ઘઉં ,કેળ અને બટાકાના પાકની માવજત વધતા ઉતારો સારો મળશે તેમ કૃષિ તજજ્ઞોએ જણાવ્યું છે.

છેલ્લા 5 દિવસમાં નોંધાયેલું તાપમાન

તારીખલઘુત્તમ તાપમાનપવનની ગતિ
619.053.02
714.082.07
8183.04
910.054.02
1093.05
119.054.09

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...