કાર્યવાહી:કોલસા ભરેલ ડમ્પર ચાલકે ખોટુ સરનામુ બતાવી રોયલ્ટી ચોરી કરતાં તંત્રે સિઝ કર્યુ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં ભૂમાફીયાઓ રોયલ્ટી ટેક્સ બચાવવા વિવિધ નુસખાઓ અપનાવે છે

આણંદ શહેર સહિત જિલ્લામાં ભુમાફીયાઓ રોયલ્ટી ટેક્સ બચાવવા જુદા જુદા નુશખાઓ અપનાવતા હોવાની ફરીયાદો ઉઠી છે. ત્યારે ગેરરીતિઓ થતી અટકાવવાના ભાગરૂપે ખાણ ખનીજ વિભાગે ટીમો બનાવી ઠેર ઠેર ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.વાસદ પાસે ડમ્પર ચાલકને પુછપરછ કરવામા આવતા ભાવનગરથી ડમ્પરમાં કોલસો ભરીને ગેરકાયદે સરનામુ ખોટુ બતાવીને રોયલ્ટી ચોરી કરવામા આવી હોવાનુ જણાવતા ટીમોએ ડમ્પરને સીઝ કરીને વાસદ પોલિસ મથકે મુકાવી દીધી હતી.તંત્રની ટીમોએ એકાએક સપાટો બોલાવી કાર્યવાહી હાથ ધરવામા આવતા ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરથી ડમ્પરમાં કોલસો ભરીને વાસદ તરફ આવતા ચાલકને ખાણ ખનીજ વિભાગની ટીમેપુછપરછ કરી રોયલ્ટી પાસની માંગણી કરવામા આવી હતી. ત્યારે કોલસો ભરેલા ડમ્પરને આણંદ તરફ જવામા આવતુ હોવાનુ જણાવ્યુ હતુ. ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈમ્પેક્ટર સંકેત પટેલ સહિત ટીમોએ વધુ પુછપરછ કરતા રોયલ્ટી પાસમાં સરનામુ ખોટુ બતાવી રોયલ્ટી ચોરી કરવામા આવી હોવાનુ જણાતા ટીમો ચોંકી ઉઠયા હતા.

ખાણ ખનીજ અધિનિયમ મુજબ કોલસો ભરેલા ડમ્પરને સીઝ કરીને વાસદ પોલિસ મથકે મુકાવી દેવામા આવ્યુ હતુ.આમ ખોટુ સરનામુ બતાવીને રોયલ્ટી ચોરી બદલ નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તંત્રના સુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...